
સુરત જિલ્લા ના પલસાણા તાલુકા માં ધોધમાર વરસાદ થી હવે ખેતી ને નુકસાન થઈ રહ્યું છે. હાલ વરસાદ તો બંધ થયો પણ ખેતી માં તારાજી ના દ્રશ્યો સામે આવ્યા છે. પલસાણા ના તુંડી ગામની સીમ માંથી પસાર થતા એક્ષપ્રેસ હાઈવેના બાંધકામને કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા હતા. પાણી ભરાતા થયેલી ફરિયાદ ને પગલે ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા .


સુરત જિલ્લા ના પલસાણા તાલુકા માં ત્રણ દિવસ સાંબેલાધાર વરસાદ પડ્યો હતો. ત્રણ દિવસ માં 12 ઇંચ થી વધુ વરસાદ પડતાં ખેતરો માં પણ પાણી ભરાયા હતા. પલસાણા તાલુકા ના તુંડી ગામ ની સીમ માંથી અમદાવાદ મુંબઈ એક્ષપ્રેસ હાઇવે પસાર થઈ રહ્યો છે. જેની કામગીરી ચાલતા હાલ બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે એના તુંડી તેમજ આસપાસના ગામોના ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાતા ઉભા પાકને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. જેથી ગામ લોકોએ કલેકટર કચેરીમાં ફરિયાદ કરતા તંત્ર દોડતું થયું હતું.
પલસાણા ખાતે વરસતા વરસાદ માં પણ પ્રાંત અધિકારી , સ્થાનિક મામલતદાર , એક્સપ્રેસ હાઇવે નાં પ્રોજેક્ટ ઓફિસર, પલસાણા તાલુકા પંચાયત પ્રમુખ સહિત ના તમામ લોકો હાજર રહ્યા હતા. તુંડી ગામે ચાલતા એક્સપ્રેસ હાઇ વે નાં બાંધકામ સાઈડ ઉપર આવી ખેડૂતોના ખેતરોમાં ભરાયેલા પાણીનું નિરીક્ષણ કરી ચર્ચા કરી હતી. અને ત્યાર બાદ તમામ લોકો પલસાણા મામલતદાર કચેરી એ પહોંચી ખેડૂતોની સમસ્યાને લેખિત માં ફરિયાદ એક્સપ્રેસ હાઇવે નાં અધિકારીને આપી હતી. જેથી તંત્ર દ્વારા પણ સત્વરે કામ ચાલુ કરાવવાની બાહેધરી આપતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો.
