
બારડોલી તાલુકાના સરભોણ મુકામે આવેલા ગાયત્રી પરિવાર સેન્ટર દ્વારા પરંપરા જાળવી રાખતા આ વર્ષે સુરત જિલ્લાના બારડોલી, મહુવા તાલુકાઓ અને આહવા ડાંગ ની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ વર્ષે અત્યાર સુધીમાં આશરે 20000 થી વધુ નોટબુકો નું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું.


સરભણ ગાયત્રી પરિવારના વિજય પંચાલ અને સાથીઓ દ્વારા વિદ્યા દાતા રમેશ મિસ્ત્રી( યુકે), સુનિલ પટેલ અને કિરીટ પટેલ( યુએસએ) નિવાન, મનીષ મૈસુરિયાં તથા ઈશ્વર પટેલ વગેરે સહિત અન્ય દાતાઓના દાન સહયોગ સાથે બારડોલી તથા મહુવા તાલુકા, આહવા, ધરમપુર, કપરાડા, કરચેલીયા, વલવાડા સહિત વિવિધ ઉત્તર બુનિયાદી શાળાઓ અને છાત્રાલયમાં રહી અભ્યાસ કરતા જરૂરિયાતમંદ અને આદિવાસી વિદ્યાર્થીઓને સહાયરૂપ થવાના હેતુ સાથે વિનામૂલ્યે નોટબુક વિતરણ કરતા આશરે 20000 થી વધુ નોટબુકનો લક્ષ્યાંક પૂર્ણ કરતા દાતા પરિવાર પણ પોતાના દાનનો શ્રેષ્ઠ ઉપયોગ થવા વિશે આનંદ અને ગૌરવ વ્યક્ત કર્યા હતા.
