Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

બારડોલી ની સેન્સેરીતે સ્કૂલમાં વર્લ્ડ પ્લાસ્ટિક બેગ ફ્રી દિવસ ઉજવાયો

બારડોલી ની સેન્સેરીતે સ્કૂલમાં વર્લ્ડ પ્લાસ્ટિક બેગ ફ્રી દિવસ ઉજવાયો

સેન્સેરીત શાળાના વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકના પ્રદુષણની અવગણના વિશે જાગૃતિ લાવવા અને અનુકૂળ વિકલ્પોનું માર્ગદર્શન આપતા પ્લાસ્ટિક નું વજન ઓછું હોવાના કારણે જમીન ઉપર ફેકાઈલી પ્લાસ્ટિક બેગો અને કચરો સમુદ્ર સુધી પહોંચે છે. જેના કારણે દરિયાઈ જીવને પણ હાની પહોંચે છે. વિદ્યાર્થીઓને રચનાત્મક પ્રવૃત્તિ શીખવતા બર્ડ હાઉસ, ઇકો બ્રિક્સ, પીગી બેંક, ફ્લાવરપોટ વગેરે જેવી અનેક બનાવટો બનાવવા પ્રોત્સાહિત કરાયા હતા. વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકના બદલે કાગળ, જયુટ, અને કાપડની થેલીઓનો ઉપયોગ કરવા સમજાવી પ્લાસ્ટિક નો ઉપયોગ ઘટાડવા સમજ અપાઈ હતી. આ અવસરે નો પ્લાસ્ટિક થીમ ઉપર વિદ્યાર્થીઓએ શાળા પરિસરમાં રેલી યોજી પર્યાવરણની રક્ષા માટે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. વિદ્યાર્થીઓને રચનાત્મક પ્રવૃત્તિ બદલ શાળાના ડાયરેક્ટર સર્ગ શુક્લા અને ડાયરેક્ટર અમર વ્યાસ દ્વારા અભિનંદન અપાયા હતા.

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement