
- બારડોલીની ગોતાસા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ
બારડોલી : બારડોલી તાલુકાનાં ગોતાસા ગામની પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ હેઠળ બાલવાટિકામાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આફવા ગામના સ્વ. લલ્લુભાઈ ભિખાભાઈ માહ્યાવંશીના સ્મરણાર્થે ધનીબેન લલ્લુભાઈ માહ્યાવંશી તેમજ તેન ગામના જયવંતરાય પટેલના હસ્તે બાળકોને નોટબુક, બેગ, કંપાસ, બે જોડી યુનિફોર્મ સહીત કીટ આપવામાં આવી હતી. શાળામાં 6 બાળકોએ બાલ વાટિકામાં પ્રવેશ મેળવ્યો હતો. કુલ 32 વિદ્યાર્થીઓને ઉપરોક્ત કીટ આપનાર દાતા દિનેશભાઇ લલ્લુભાઈ પટેલનો શાળાના આચાર્ય જયેશકુમાર પટેલ અને શિક્ષિકા જયશ્રીબેન પટેલ સહિત શાળા પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગોતાસા ગામ સંપૂર્ણ આદિવાસી ગામ છે અને અહીં તમામ આદિવાસી બાળકો અભ્યાસ કરી રહ્યા છે.


