Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

બારડોલી તાલુકાની ૩ શાળાઓમાં આંગણવાડી, બાલવાટિકા તેમજ ધો.૧,૯ અને ૧૧ના કુલ ૧૩૨ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવતા ધારાસભ્ય ઇશ્વરભાઇ પરમાર*

  1. *સુરત જિલ્લો: શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪*
    ——
    *રાજ્ય સહિત સુરત જિલ્લામાં ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો શુભારંભ*
    ——
    *બારડોલી તાલુકાની ૩ શાળાઓમાં આંગણવાડી, બાલવાટિકા તેમજ ધો.૧,૯ અને ૧૧ના કુલ ૧૩૨ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવતા ધારાસભ્ય ઇશ્વરભાઇ પરમાર*
    ——
    *સુરત:બુધવાર:* રાજ્ય સહિત સમગ્ર સુરત જિલ્લામાં ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાયો હતો. જે હેઠળ ધારાસભ્ય ઇશ્વરભાઇ પરમારે બારડોલી તાલુકાની ઉમરાખ અને ખરવાસા પ્રા.શાળામાં આંગણવાડી, બાળવાટિકા અને ધો.૧ના કુલ ૨૪ ભૂલકાઓને પુસ્તક અને કપડાં સહિતના ઉપહારો આપી પા. પા.. પગલી મંડાવી હતી. જ્યારે એકલવ્ય મોડલ રેસી. શાળાના ધો. ૯ અને ૧૧ના ૧૦૮ વિદ્યાર્થીઓ મળી ત્રણેય શાળાના કુલ ૧૩૨ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.
    આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ વિદ્યાર્થીઓ અને વાલીઓને શિક્ષણનું મહત્વ સમજાવી પ્રાથમિક શિક્ષણથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા પ્રોત્સાહન આપ્યું હતુ.. તેમજ રાજ્યસરકારની શિક્ષણ સહિતની દરેક કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
    અત્રે નોંધનીય છે કે, શિક્ષણના માધ્યમથી બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય ઘડવા અને દિકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ ૨૦૦૩થી રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવે છે.
    આ પ્રસંગે વિવિધ ગામના સરપંચશ્રીઓ, CHO ડૉ. પંકજ અણાસિયા, જિલ્લા પં. સદસ્ય રેખાબેન રાઠોડ, આરોગ્ય સમિતિ અધ્યક્ષ રોશન પટેલ, શાળાના કર્મચારી/શિક્ષકો સહિત મોટી સંખ્યામાં વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
    —૦૦–
remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement