
આજે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ હોય સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા કડોદરા ખાતે એક બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ડ્રગ્સ અંગે લોકોમાં જાગૃતિ આવે એ હેતુ સાથે કડોદરા ચાર રસ્તા થી થયા સુધી બાઈક રેલી ગ્રામ્ય પોલીસ દ્વારા યોજાય હતી


26 જૂન અતારરાંષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ નિમિત્તે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા એક કાર્યક્રમ નું આયોજન કરાયું હતું. સુરત જિલ્લા ના કડોદરા ચાર ખાતે બાઇક રેલી યોજવા માં આવી હતી. કડોદરા ચાર રસ્તાથી જિલ્લા પોલીસ દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું. જે રેલી કડોદરા ચાર રસ્તાથી જોળવા, તાંતિથૈયા થઈ કડોદરા આવી હતી.
નાયબ પોલીસ અધિક્ષક આઈ જે પટેલ એ બાઇક રેલી ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.દ્રગ્સ અંગે લોકો માં જાગૃતિ આવે અને દ્રગ્સ નું સેવન નહીં કરવાના સંદેશા સાથે આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. બાઇક રેલી કાર્યક્રમ ના આયોજન માં સુરત ગ્રામ્ય ના અન્ય પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા.
