
રોગને ફોટોથી ડિટેક્ટ કરી શકાશે , સિસ્ટમને પેટન્ટ મળી…


ચામડીના રોગ ” હેનિક પરપુરા ” ડિટેક્ટ કરવા સુરતમાં સિસ્ટમ બનાવાય…
બારડોલી ના ખરવાસા ગામની રોશની ભુપેન્દ્રસિંહ સોલંકી તેમજ પ્રાધ્યાપક દિપાલીબેન કાસત સાથે આ રોગના ડિટેકશન માટેની સિસ્ટમ બનાવી…
હેનિક સ્કોનલિન પરપુરા ( એચ એસ પી ) બાળકોમાં થતો ચામડીનો રોગ છે. અને આ રોગ મોટી ઉંમરના વ્યક્તિઓને પણ થઈ શકે છે. સુરત સાર્વજનિક યુનિવર્સિટી ના કોમ્પ્યુટર સાયન્સ વિભાગમાં વિદ્યાર્થીની અને બારડોલી ના ખરવાસા ગામના તેમજ રાજપૂત સમાજ ના પ્રમુખ એવા ભુપેન્દ્રસિંહ ની દીકરી રોશની ભુપેન્દ્રસિંહ સોલંકી તેમજ વિભાગના પ્રોફેસર દિપાલીબેન કાસત સાથે આ રોગના ડિટેકશન માટે એક સિસ્ટમ બનાવી છે. આ સિસ્ટમ માટે હાલમાં જ તેમને પેટર્ન પણ ગ્રાન્ટ થઈ છે. જેને ભારત સરકાર ના પેટન્ટ કાર્યાલય દ્વારા પ્રમાણિત કરી દેવાયું છે. હેનિક સ્કોનલીન પરપુરા ( એચએસપી ) ના ડિટેકશનમાં મોડું થાય તો તેના કારણે કિડની ઉપર પણ અસર થતી હોય છે. તેથી આ સિસ્ટમ આ રોગને સમયસર ડિટેક્ટ કરી દર્દી તથા ડોક્ટરોને મદદરૂપ થઈ શકે છે. જેનાથી યોગ્ય ઈલાજ મળી જાય તો કિડની ઉપર થતી અસરને અમુક અંશે અટકાવી પણ શકાય છે. રોશની ભુપેન્દ્રસિંહ સોલંકી લગભગ 400 થી 500 જેટલા લોકો કે જેઓને આ રોગ થયો હતો. તેમનો સંપર્ક કરી તેમની પાસે પોતાના રિસર્ચ માટે ચકમાં ના ફોટા લીધા હતા. જે સિસ્ટમમાં મૂક્યા છે . આ સિસ્ટમમાં પ્રથમ તો એચએસપી શું છે ? તેની સંપૂર્ણ જાણકારી ફોટા સાથે આપવામાં આવી છે. ત્યારબાદ ડિટેકશન સાથે પ્રથમ તો 7 થી 8 પ્રશ્નો પૂછવામાં આવે છે. ચકમાં કયા ભાગ માં છે ? તેનો રંગ કેવો છે ? આકાર કેવો છે ? ત્યારબાદ ચકમાં નો ફોટો માંગવામાં આવે છે. અને તે કયા સ્ટેજ પર છે. જેવી વસ્તુઓ સિસ્ટમ દેખાડે છે. ઉપરાંત આ સિસ્ટમમાં આ રોગને અનુરૂપ અન્ય ગ્રુપ વેબસાઈટ વગેરે ની પણ જાણકારી આપવામાં આવે છે. હાલ દુનિયામાં આની સારવાર માટે શું શું કરવામાં આવે છે તે તમામ જાણકારી આપવામાં આવે છે.
