Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

રાજ્યના સ્પે. ખેલ મહાકુંભમાં બારડોલીની સંસ્થાના 3 વિકલાંગ બાળકો ઝળકયા

રાજ્યના સ્પે. ખેલ મહાકુંભમાં બારડોલીની સંસ્થાના 3 વિકલાંગ બાળકો ઝળકયા

ગુજરાત રાજ્ય ના રમતગમત વિભાગ દ્વારા મનોવિકલાંગ બાળકો માટે યોજાયેલા સ્પે. ખેલ મહાકુંભ માં બારડોલી ના શંતીનાથાય સેવાશ્રમ ટ્રસ્ટ સંચાલિત કેર સેન્ટર ફોર સ્લો લરનર્સ સંસ્થા ના ૩ મનોવિક્લાંગ બાળકો ઝળક્યા હતા.

તા. ૧૫ થી ૧૮ જૂન ના દિવસો દરમ્યાન હિંમતનગર ના સાબર સ્ટેડિયમ સ્પોર્ટ કોમ્પલેક્ષ મુકામે બારડોલી ની સંસ્થા ના ૧૨ બાળકો એ જુદી જુદી રમતો માં ભાગ લીધો હતો. જે પૈકી ગોળાફેંક રમત માં નયના ગામીતે ગોલ્ડ મેડલ, ૧૦૦ મીટર દોડ માં મિત મસ્કરે સિલ્વર મેડલ અને લોંગ જંપ હરીફાઈ માં કરીના ભુંજાડે બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યા હતા. આ પૂર્વે સંસ્થા ના બાળકો વિશ્વ કક્ષાએ પણ ઝળક્યા હતા. સંસ્થા નું ગૌરવ વધારતા વિજેતા માનોવિકલાંગ બાળકો ને પ્રમુખ ડાહ્યા પટેલ, ઉ. પ્ર.જયંતી માલવી, ડાયરેક્ટર કિરણ ભટ્ટ તથા ઓ. એસ.કામિની મેવાડા અને શાળા પરિવાર દ્વારા અભિનન્દન અપાયા હતા.

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement