
પલસાણા


પલસાણા તાલુકામાં ઈદ ઉલ જુહા બકરી ઈદ નો તહેવાર ઉત્સાહભેર ઉજવાયો. બલેશ્વર ની ઇદગાહ ઉપર મોટી સંખ્યામાં લોકોએ નમાઝ અદા કરી
આજે તારીખ 17 જૂન નાં રોજ ઈદ ઉલ જુહા (બકરી ઈદ) નો તહેવાર નિમિત્તે સમગ્ર પલસાણા પંથકમાં રહેતા મુસ્લિમ બિરાદરોએ ઉમંગ અને ઉત્સાહ ભેર નમાઝ અદા કરી મુબારક બાદી પાઠવી હતી. આજે સોમવારે સવારે સાડા છ વાગ્યાથી પલસાણા તાલુકામાં
બલેશ્વર ખાતે આવેલી ઇદગાહ સહિત કુલ 9 જગ્યાએ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ઈદની નમાઝ અદા કરી ખુદાની બંદગી કરી હતી. જેમાં કડોદરા ખાતે ગરીબ નવાઝ મસ્જિદ, મદિના મસ્જિદ, મકી મસ્જિદ ખાતે દ્વારા નમાઝ અદા કરાવી હતી.જ્યારે પલસાણા ની નુરૂલ મસ્જિદ, ઇટાળવા નાની મસ્જિદ, ઇટાળવા મોટી મસ્જિદ, મલેકપોર મસ્જિદ, તેમજ બલેશ્વર ઈદગાહ ખાતે ઈદ ઉલ જુહા (બકરી ઈદ) ની નમાઝ અદા કરાવી આ મુબારક તહેવાર ના સદકામા અલ્લાહ તબારક તઆલા સમગ્ર ભારત મા હિંદુ મુસ્લિમ ભાઈઓ વચ્ચે ભાઇચારો, વધુ ખુશી, વિશેષ પ્રાર્થનાઓ અને અભિવાદન કરવાનો તહેવાર છે અને આ મુસ્લિમ તહેવારમાં ભેટ આપવામાં આવે છે. ઈદ-ઉલ-જુહા, જુહા અથવા દુહાનો અર્થ અરબીમાં કુરબાની થાય છે. એટલે ઇદુલ જુહાનો અર્થ કુરબાનીનો તહેવાર થાય છે. અને લોકોમાં અમન, સુખશાંતિ અને જાહો જલાલી બનાવી રાખે. અને તંદુરસ્તી આપે તેવી ઈબાદત કરી હતી.
ભારત અને વિશ્વમાં પરંપરાગત મજહબ અને ઉલ્લાસની સાથે ઉજવવામાં આવે છે. આને અરબી ભાષામાં ઈદ-ઉલ-જુહા અને ભારતીય ઉપ મહદ્વીપમાં ઉર્દૂમાં બકરી-ઈદ કહેવામાં આવે છે.
