
બારડોલીના નિઝરનો 11 વર્ષીય વિદ્યાર્થી અમેરિકાની સ્પેલિંગ બી સ્પર્ધામાં ઝળકયો.


બારડોલી તાલુકાના સરભોણ રોડ ઉપર આવેલ નિઝર ગામના રહીશ અને હાલમાં અમેરિકામાં મિડવેસ્ટ રાજ્ય મિઝોરીના બ્રાન્સન સિટીમાં રહેતા રોશન રમેશ પટેલ અને મિત્તલ પટેલનો 11 વર્ષીય પુત્ર અમેરિકાની પ્રીતિસ્થિત ગણાતી સ્પેલિંગ બી સ્પર્ધામાં ઝળકયો હતો.
અમેરિકામાં યોજાતી રાષ્ટ્રીય સ્થરની સ્પેલિંગ બી સ્પર્ધાનું મહત્વ ઘણું હોય છે. બ્રાન્સન સીટીની સેડર રિજ એલિમેન્ટ્રી શાળામાં ધોરણ 6 માં અભ્યાસ કરતો 11 વર્ષીય કૃણાલ પટેલ સ્પેલિંગ બી સ્પર્ધામાં પોતાની શાળા તથા મિઝોરી રાજ્યમાં પ્રથમ ક્રમે વિજેતા બન્યો હતો. 245 બાળકો વચ્ચે યોજાયેલી 4 રાઉન્ડ સ્પર્ધામાં જીત મેળવી હાલમાં પ્રથમ 50 સ્પર્ધકોમાં સ્થાન મેળવી કૃણાલ પટેલ અમેરિકાની રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ભાગ લેવા પસંદગી પામતા તેને મિઝોરી રાજ્યમાં પ્રથમ આવવા બદલ 1 હજાર ડોલરના ઇનામ સાથે નવાજાયો હતો.
