
કાપોદ્રા પોલીસ મથક ની સર્વેલન્સ ટિમ દ્વારા કપોદ્રા ના મોહનબાગ વિસ્તારમાં આવેલ ગેસ રિપેરીગ કરતી બે દુકાની માંથી ગેસ રિફીલિંગ નું ગેરકાયદેસર અને લોકોના જાનમાલ ને જોખમરૂપ કારનામું ઝડપી પાડ્યું હતું મોહનબાગ વિસ્તાર માં આવેલ ચામુંડા કરીયાના ગેસ સર્વિસ તથા બાપા સિતારામ ગેસ સર્વિસ નામે ચાલતી બે દુકાનો માં રેડ કરતા પોલીસ ને ભીડ ભાડ વાળી જગ્યામાં સંગ્રહ કરીને લોકો ના જાનમાલ ને નુકશાન થયા તે રીતે ગેસ રિફીલિંગ કરતું કારનામું રંગેહાથ ઝડપી કુલ 27 નંગ નાના મોટા ગેસ સિલિન્ડરો અને રિફીલિંગ ના સાધનો મળી કુલ 57,700 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ગેસ રીપેરીંગ ની આડ માં ગેરકાયદેસર રિફીલિંગ કરતા કનૈયા જગદીશ ખતીક તથા ઈશ્વર બાબુ પુરોહિત નામ બે દુકાનદારો ની ધરપકડ વધુ તપાસ હાથધરી છે


