
બારડોલી મહિલા કો.ઓ.ક્રેડિટ સોસાયટીની પ્રથમ સાધારણ સભા જલારામ મંદિરના હોલ ખાતે મળી હતી. સામાન્ય પરિવારની મહિલાઓના ઉત્થાનના હેતુ સાથે શરૂ કરાયેલી સંસ્થા આજે પ્રગતિના પંથે છે. સંસ્થાનું સંચાલન પણ માત્ર મહિલાઓ દ્વારા જ કરવામાં આવે છે. અને આજે સંસ્થા સાથે 804 જેટલી મહિલા સભાસદો પણ જોડાઈ છે. સંસ્થાના પ્રમુખ અને ડિરેક્ટરોએ આવનાર સમયમાં સંસ્થા પ્રગતિના પંથે આગળ વધી અને મહિલાઓનું પણ સતત ઉત્થાન કરવા માટે પણ જણાવ્યું હતું. સંસ્થાએ આજદિન સુધી 1.64 કરોડનું ધિરાણ કર્યું છે.


