Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

બારડોલી માં સિલ કરાયેલી દુકાનો ના સંચાલકો દ્વારા પાલિકાભવન માં હલ્લાબોલ

બારડોલી માં સિલ કરાયેલી દુકાનો ના સંચાલકો દ્વારા પાલિકાભવન માં હલ્લાબોલ

બારડોલી તા ૫

રાજકોટના ટી.આર.પી મોલની હૃદય દ્રાવક ઘટનાને પગલે રાજ્યનું વહીવટી તંત્ર સફાળે જાગ્યા બાદ બારડોલી ફાયર વિભાગે પણ નગરના વિવિધ શોપિંગ સેન્ટરોમાં દુકાનો સીલ કરી હતી. શનિવારથી સીલ કરાયેલી દુકાનના સંચાલકો એ વેપાર ધંધો બગડતા આજે નગર પાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કરી રજુઆત કરી હતી.

ગત શનિવારે બારડોલી ફાયર વિભાગ, નગર પાલિકા અને પોલીસ તંત્રએ ફાયર સેફટીના મુદ્દે બારડોલી નગરના વિવિધ મોલ અને શોપિંગ સેન્ટરોમાં કડક ચેકીંગ હાથ ધરી આશરે જુદા જુદા 8 શોપિંગ સેન્ટરો મળી ફાયર સેફટી વગરની 300 થી અધિક દુકાનો સીલ કરી હતી. બારડોલી નગરના મેઈન રોડ ઉપર આવેલ રોઝ પ્લાઝા, રવિરાજ શોપિંગ સેન્ટર, મહેતા માર્કેટ, કૃપાલ શોપિંગ સેન્ટર, ક્રિષ્ના મોલ અને ટાર્ગેટ મોલ મળી તમામ શોપિંગ સેન્ટરોમાં ચાલતી વિવિધ વ્યાપારિક હેતુની અને ખાણી- પીણીની દુકાનો સીલ કરી હતી. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી વેપાર ધંધો બગડતા તમામ દુકાનના સંચાલકો એ નગર પાલિકા કચેરી ખાતે હલ્લા બોલ કર્યું હતું. જોકે પાલિકા ચીફ ઓફિસરે તેઓની જવાબદારીમાં દુકાનો સીલ કરવાનું આવતું નથી તેવું જણાવી ફાયર વિભાગ સાથે મધ્યસ્થી કરી નિવારણ લાવવાનું જણાવ્યું હતું. બારડોલી પાલિકા ના ચીફ ઓફિસરે દુકાનદારો ને વન વિભાગ અને ફાયર વિભાગના અધિકારીઓ નો સંપર્ક કરી દુકાનના સીલ ખોલવા બાબતે જણાવવામાં આવતા દુકાન ધારકોમાં રોષ જોવા મળ્યો હતો. બારડોલી નગરમાં હોસ્પિટલો, અન્ય મોલો, શાળાઓ તેમજ ખુદ સરકારી કચેરીઓમાં ફાયર સેફટી જોવા ન મળતા ફાયર વિભાગની બેધારી નીતિ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.અનેક દુકાનો માં સેફ્ટી ના સાધનો હોવા છતા N O C ના વાંકે દુકાનો સિલ કરાઇ હતી.

બીજી તરફ સુરત જીલ્લા ફાયર બ્રિગેડ નું વડું મથક બારડોલી હોવા છતાં NOC માટે કામરેજ ફાયર ના રિજિયોનલ ઓફિસરનો સંપર્ક કરવાની નોબત આવતા દુકાનદારો મૂંઝવણ અનુભવી રહ્યા છે.અનેક દુકાનો બંધ રહેતા બારડોલી ના અર્થતંત્ર ને પણ માઠી અસર પહોંચી રહી છે તેવા સમયે વ્યવહારુ ઉકેલ લાવવાની જરૂર જણાઈ રહી છે.

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement