
બારડોલી તા ૫
આજે ૫ જૂન ના દિવસ ને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવતા બારડોલી નગર પાલિકાના સાશકો દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું. અનોખી રીતે ઉજવણી કરતા બારડોલીમાં આવેલ લીમડાચોક વિસ્તાર કે જ્યાં એક સમયે અનેક લીમડાઓના વૃક્ષો હતા.અને તેના કારણે તે વિસ્તારનું નામ લીમડાચોક પડ્યું હતું.પરંતુ મુખ્યમાર્ગ હોવાના કારણે તમામ લીમડાના વૃક્ષો સમય જતા કાપી નાખવામાં આવ્યા હતા. ત્યારે આજે વિશ્વ પર્યાવરણ દિવસે નગર પાલિકાના સાશકો દ્વારા ખરા અર્થમાં લીમડાચોક વિસ્તાર તરીકે ઓળખાય તે હેતુ સાથે 10 જેટલા લીમડાના વૃક્ષો વાવેતર કરી તેનું જતન કરવાની શપત લીધી હતી.સાથેજ લીમડાચોક વિસ્તારમાં રહેતા એક બાળકની વર્ષગાંઠ હોઈ તેની પાસે પણ વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું હતું.બારડોલી ના નાગરિકોને પણ યોગ્ય સ્થળે વૃક્ષ વાવવા આહવાન કરાયું હતું.
