
રોહિત સમાજ (યુનિટી કપ સીઝન 2) 11મેન 1 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ 2024 નું આયોજન બારડોલી ખાતે સરદાર પટેલ સ્ટેડિયમ માં કરવામાં આવેલ. જેમાં શ્રી ધર્મેશભાઈ પટેલ. પ્રમુખશ્રી નગરપાલિકા. શ્રી રાજેન્દ્ર સોલંકી. મોરથાણા. શ્રી હિરેન રોહિત. બારડોલી. સહીત આગેવાનો. યુવાનો. ક્રિકેટ પ્રેમી ઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહી. ભાગ લેનાર ખેલાડી ઓ ને પ્રોત્સાહન પૂરું પાડિયું. આયોજન કેવિન સોલંકી. કેતન ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. ટોટલ 8 ટીમ એ ભાગ લીધો હતો.
જેમાં સેમી 1 માં વરિયાવ કિંગ અને જેસીયા xi. સેમી 2 માં મનીષપોવાર vs ઠંડરકિંગ. મેગા ફાઇનલ જેસીયા vs ઠંડરકિંગ વચ્ચે મુકાબલો થતા ફાઇનલ વિજેતા ઠંડરકિંગ ટીમ અને રનર અપ જેસીયા xi થઇ. વિજેતા ટીમો ને ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરી આગેવાનો દ્વારા અભિનંદન આપી સમાજ માં એકતા થકી સમાજ ઉપયોગી કર્યો કરવા તથા સમાજ માં શિક્ષણ ને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી. આયોજન અને દાતાશ્રી ઓનો આભાર વ્યક્ત કરવામાં આવીયો હતો


