
- તાપી જિલ્લા એલસીબી ની ટીમે વાહન ચોર ગેંગ ને ઝડપી પાડી છે. આ ટોળકી લગ્ન પ્રસંગ માંથી મોંઘી બાઈક ની ચોરી કરતી હતી, આ ગેંગ ને ચોરીના મુદ્દામાલ સાથે જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટિમ એ ઝડપી પાડી છે..આ ગેંગના કુલ ચાર આરોપીની અટક કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પકડાયેલ આરોપી પાસેથી કુલ 2,70,000નો મુદ્દામાલ કબજે કર્યો છે અને ભૂતકાળમાં સોનગઢ અને ઉચ્છલ પોલીસ મથકમાં નોંધાયેલ વાહન ચોરીના ગુના ઉકેલ્યા હોય તેવું લાગી રહ્યું છે..
