
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથા નજીક થોડા દિવસો પહેલા જ ઘરનાળા પાસે ચપ્પુની અણીએ થયેલ લુટ નો ભેદ ઉકેલાયો હતો. કડોદરા પોલીસે ચાર લૂંટારૂ ને ઝડપી પાડી ત્રણ લાખથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો હતો.


સુરત જિલ્લાના મોટો ઉદ્યોગિક એકમ ગણાતા પલસાણા તાલુકાના પર ચલથાણથી તાતીર્થયા ગરનાળા નજીક લૂંટની ઘટના બની હતી. ગત 11 મે મેના રોજ ચાર જેટલા લૂંટારો એ ચપ્પુ ની અણીએ 97 હજાર ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જે બાબતે કડોદરા પોલીસ તપાસ કરી રહી હતી. તે દરમિયાન લૂંટારૂ ઓ અંગે કડોદરા પોલીસને બાતમી મળતા ચલઠાણ હોસ્પિટલ નજીક હાઇવે પાસે થી ચાર જેટલા ઈસમો ને કડોદરા પોલીસને ઝડપી પાડ્યા હતા. ચારેય ઈસમો ની અટકાયત બાદ પૂછપરછ કરતા તેઓએ ૧૧મી મેના રોજ કરેલ લૂંટની પણ કબૂલાત કરી લીધી હતી. તેઓ પાસેથી પોલીસે ચાર બાઈક 11 જેટલા મોબાઈલ મળી 3.33 લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓની પોલીસે પૂછપરછ કરતા કડોદરા, સુરત શહેર ના વરાછા તેમજ ઓલપાડ પોલીસ પોલીસ માં નોંધાયેલ બે ગુના મળી કુલ ચાર જેટલા ગુનાઓનો પણ ભેદ ઉકેલાયો હતો. ચાર આરોપી પેકી સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં ભરવાડ મહોલ્લામાં રહેતો અંકુશ હવાલદાર સિંગ તેમજ કામરેજ ની શીવ આવાસ સોસાયટીમાં રહેતો શિવમ શશીકર શર્મા બંને સામે સુરત શહેર ના વરાછા તેમજ સરથાણા પોલીસ મથક માં પણ ચોરી લૂંટના અનેક ગુનાઓનો નોંધાયા હોવાનું પણ બહાર આવ્યું છે.
