Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

બારડોલી નગરપાલિકા ફાયર ની ટિમ દ્વાર તપાસ માં ફાયર સેફટી ન હોવાથી 3 જેટલા ગેમઝોન સંચાલનકો પર પોલીસ ફરિયાદ……

રાજકોટ ઘટનાને પગલે સુરત ગ્રામ્ય પોલીસ બારડોલી ફાયર વિભાગ પણ એક્સન માં આવ્યું હતું. બારડોલી ના બાબેન સ્થિત હેપ્પી પ્લેનેટ ગેમ ઝોન મળી કુલ તરકમ ગેમ ઝોન સંચાલકો સામે ગુનો દાખલ કરાયો છે. હાલ ફાયર વિભાગ દ્વારા પાંચ જેટલા ગેઇમ ઝોન પણ બંધ કરાયાં છે.

રાજકોટ ખાતે ટીઆરપી ગેઇમ ઝોન માં આગ ની ઘટના બની હતી. જેમાં 28 જેટલા નિર્દોશો આગ માં ભૂંજાઈ ગયા હતા. જેથી રાજ્ય ભર માં ગેઇમ ઝોન પર હવે તવાઈ બોલાવાયા રહી છે. જેના ભાગ રૂપે સુરત જિલ્લા માં બારડોલી ખાતે ફાયર વિભાગ અને ગ્રામ્ય પોલીસ દ્વારા ગેઇમ ઝોન માં તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં બારડોલી ના બાબેન ગામે હેપ્પી પ્લેનેટ ગેઇમ ઝોન મળી કુલ ત્રણ ગેમ ઝોન માં તપાસ કરતા ફાયર સુવિધા નો અભાવ જણાતા ગેમ ઝોન ના સંચાલકો સામે ગુનો નોંધાયો હતો. ફાયર ના નિયમ મુજબ જરૂરી સાધનો નો અભાવ જોવા મળ્યો હતો. જેથી ફાયર ઓફિસર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી ગેઇમ ઝોન પણ બંધ કરાવ્યું હતું.

બાબેન બાદ બારડોલી નગર માં ચાલતા 24 સુન્કર ક્લબ , ઓરબીટ ગેમ ઝોન મળી કુલ ત્રણ ગેમ ઝોન ના સંચાલકો સામે હાલ ગુનો નોંધાયો છે. ફાયર ઔવિધા વિના લોકો નું જીવન જોખમાય તેવું બેદરકારી ભર્યું કૃત્ય કરવા બદલ ગુનો નોંધાયો છે.

*તંત્ર કાયમ મોટી દુર્ઘટના બને ત્યારે જ નીકળે, ગેમ ઝોન શરૂઆત માં તકેદારી નહિ દાખવતા રાજકોટ જેવી ઘટના બનતી રહે છે.*

હાલ બારડોલી નગર માં પાંચ જેટલા ગેઇમ ઝોન માં ફાયર ટિમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જ્યાં પણ તકેદારી ના ભાગ રૂપે તમામ ગેઇમ ઝોન બંધ કરવા આદેશ કરાયો હતો. પરંતુ અહીં પ્રશ્ન એજ ઉપસ્થિત થાય છે કે જ્યારે આવી ઘટના બને ત્યારે તંત્ર દોડે છે. પરંતુ ગેઇમ ઝોન ની શરૂઆત કરાય ત્યારે જ યોગ્ય તપાસ કેમ કરાતી નથી એ પ્રશ્ન પણ ઉપસ્થિત થાય છે.

 

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement