Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

બારડોલી બોરીયા ગામ મિત્રા સાથે યુવક તણાયો….

બોરીયા ગામે મિત્રો સાથે નહેરમાં નાહવા ઉતરેલો હોનહાર યુવક તણાયો

બારડોલી તા 27

મહુવા તાલુકાના બોરીયા ગામે રહેતો 28 વર્ષીય યુવક ગામ માથી વહેતી ડાબા કાંઠાની નહેરમાં નાહવા ઉતરતા તણાઈ ગયો હતો.

મહુવા તાલુકાના બોરીયા ગામે રહેતો અંકિત જયેશ પટેલ ઉ.વ. 30 આજરોજ તેના ભાઈ અને અન્ય ચાર મિત્રો ગૌરાંગ પટેલ, સાહિલ પટેલ, ભાવેશ નાયકા, તરુણ પટેલ તથા તેના નાના ભાઈ તેજસ પટેલ મળી કુલ છ જણા બપોરના સમયે ભેગા થતા તેઓએ નાહવા જવાનું નક્કી કર્યું હતું. અન્ય મિત્રો નદીમાં નાહવા જવાનું વિચારતા હતા પરંતુ અંકિત પટેલ દ્વારા નહેરમાં નાહવાનો આગ્રહ રાખતા તમામ બોરીયા ગામેથી વહેતી ડાબા કાઠા ની નહેર ના પાણીમાં નાહવા ઉતર્યા હતા. તમામ મિત્રો નાહીને પાછા ફરી રહ્યા હતા. તેવા સમયે નહેરમાંથી બહાર નીકળતા સમયે અચાનક અંકિત પટેલ લપસીને નહેરમાં પડતા નહેરના પ્રવાહમાં તણાયો હતો. ભારે અફરાતફરી મચી જતા તેની શોધખોળ ચાલુ કરાઈ હતી. આ દરમિયાન બારડોલી ફાયર બ્રિગેડને પણ જાણ કરાતા લાશ્કરોની ટીમે પણ તપાસ ચાલુ કરી હતી. પરંતુ નહેરમાં પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે અંકિત ની લાશ મળી શકી ન હતી. પ્રાઇમરી ટીચર તરીકે નોકરી કરતા હોનહાર યુવક ના અચાનક ડૂબી જવાના કારણે બોરીયા ગામમાં ભારે ગમગીની ફેલાઈ હતી. ફાયર બ્રિગેડની ટીમ તપાસ કરતા કરતા અંધાત્રી ગામ સુધી પહોંચી હતી. પરંતુ મોડી સાંજ સુધી લાશના કોઈ સગડ મળી શક્યા ન હતા. હાલમાં પણ તેની શોધખોળ ચાલુ હોવાનું જાણવા મળે છે.

રિપોર્ટર : સંજય વ્યાસ બારડોલી

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement