
બિહારના સમસ્તીપુર જિલ્લાના મુફસ્સીલ પોલીસ સ્ટેશન વિસ્તાર માં કરોડો ની લૂંટ થઇ હતી. રીલાયન્સ જવલેર્સ માં બંધુકની અણીએ આશરે પાંચ કરોડની લુંટ તથા ધાડ ની ઘટના બની હતી. જેના બે ખુખાર આરોપીઓ સુરત જિલ્લા ના પલસાણા તાલુકા ના બગુમરા ગામ ખાતે થી પકડાયા હતાં . પલસાણા પોકિસ એ તેઓ ને પકડી પાડી લુંટ તથા ધાડનો ગુનો ઉકેલી કાઢ્યો હતો.


બને આરોપીઓ .કે જેમણે છેલ્લા ત્રણ માસ થી બિહાર રાજ્ય ની પોલીસ ને ચકમો આપી રહ્યા હતા. કારણ એ છે કે ગત 28 મ8 ફેબ્રુઆરી ના રોજ રાત્રે આશરે કલાક- આઠ વાગ્યાના સુમારે બિહાર ના સમસ્તીપુર ખાતે આવેલ રિલાયન્સ જવેલર્સ માં હથિયાર ધારી અજાણ્યા ઇસમોએ રીલાયન્સ જવેલર્સમાં ઘુસી ગયા હતા. અને ત્યાં તમામ માણસોને બંધક બનાવી રિલાયન્સ જવેલર્સ માંથી આશરે દસ કિલો સૌનાના ઘરેણા તથા IPL ક્રિકેટર અનુકૂલ રાયના પિતા એડવોકેટ સુધાકર રાય પણ ત્યાં ખરીદી કરવા આવ્યા હોય એમના પણ રોકડા રૂપિયા છ લાખ મળી કુલ્લે રૂપિયા પાંચ કરોડ છ લાખની દિલધડક લુંટ કરી હતી.
જે બાબતે બિહાર ના મુફસ્સીલ પોલીસ સ્ટેશન ગુનો નોંધાયો હતો. જે ગુણ ની તપાસ ચાલુ હતી જેમાં લૂંટારુઓ નું પગેરું ગુજરાત માં સામે આવ્યું હતું. અને કેટલાક આરોપીઓ રાજ્યના સુરત જિલ્લા ના પલસાણા વિસ્તાર માં હીવની માહિતી સામે આવી હતી. ” ગુનો આચરનાર ખુખાર આરોપીઓ પલસાણા તાલુકા ના બગુમરા ગામ ખાતે આવેલ સાંઇ શ્રધ્ધા રેસીડન્સીના ફ્લેટ નંબર- ૪૦૪માં રોકાયેલ છે. જે હકીકત મળતા પલસાણા પોલીસ એ બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓ રાહુલ કુમાર ઉર્ફે કાલાનાગ પાસવાન તેમજ ગગનરાજ ઉર્ફે છોટા લોરેન્સ ના નામ થી ઓળખાતા હતા. બને પલસાણા ના જોલવા ગામ ખાતે આવેલ સાઈ શ્રધ્ધા રેસિડેન્સી માં રહેતા અને મૂળ બિહાર ના હોવાનું સામે આવ્યું છે. બે આરોપીઓ પેકી રાહુલ કુમાર જે કાલાનાગ તરીકે ઓળખાય છે જેનો ભૂતકાળ પણ ગુનાહિત જ રહ્યો છે. જેની વિરુદ્ધ માં બિહાર માં હાજીપૂર તેમજ લાલ ગંજ પોલીસ મથક માં આર્મ્સ એક્ટ તેમજ લૂંટ ધાડ ના ગુનાઓ પણ નોંધાઇ ચુક્યા છે.
કુલ 12 જેટલા આરોપીઓ આ પાંચ કરોડ ની લુંટ માં સામેલ છે. તમામ રીઢા અને સતીર આરોપીઓ હોય તેઓ કોઈ મોબાઈલ નહીં પરંતુ ઝીંગી નામ ની એપ બનાવી હતી. અને એ એપ ના માધ્યમ થી જ એક બીજા સાથે સંપર્ક કરતા હોવાની પણ ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે. તમામ આરોપી હાલ સુરત ગ્રામ્ય ના પલસાણા પોલીસ એ બંને આરોપીઓ પાસે થી ત્રણ જેટલા મોબાઈલ મળી 30 હજાર નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અને બંને વિરુધ્ધ માં કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબ્જો સોંપવા માટે સુરત ગ્રામ્ય પોલીસ એ બિહાર પોલીસને જાણ કરી દીધી છે.
