Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

ઉત્તર ગુજરાતથી પેસેન્જરો ભરી સુરત આવી રહેલ ખાનગી લકઝરી બસ ધોરણ પારડી નજીક હાઇવે પર ઉભેલા ટ્રક પાછળ ઘૂસી ગઈ,ચાર જેટલા લોકોને નાની મોટી ઈજાઓ થઈ,જિલ્લા ટ્રાફિક પોલીસે તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડ્યા

સુરત જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે.ત્યારે આજરોજ વહેલી સવારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી. ઉત્તર ગુજરાતથી મુસાફરો ભરી લક્ઝરી બસ સુરત તરફ આવી રહી હતી તે દરમિયાન ધોરણ પારડી નજીક હાઇવે પર ઉભેલ ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી.જેને લઇને લક્ઝરી બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા.અકસ્માતના બનાવો ને પગલે સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ તુરત સ્થળ પર દોડી ગઈ હતી.અને લક્ઝરી બસના ચાલક સહિતના ઈજાગ્રસ્તોને તુરત નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.યુદ્ધના ધોરણે અકસ્માત ગ્રસ્ત વાહનો સાઈડ ખસેડી હાઇવે પરથી ટ્રાફિક દૂર કરવામાં આવ્યો હતો.સમયસર સ્થળ પર પહોંચેલ જિલ્લા ટ્રાફિક પોલીસને કારણે વધુ એકવાર નેશનલ હાઇવે પર લાંબો ટ્રાફિક જામ થતા અટક્યો હતો.

રિપોર્ટર : મુકેશ રાજપૂત

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement