
ભાવિક શાહ (ગાંધીનગર બ્યુરો)


ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય ..
22 એપ્રિલે કાશ્મીરના પહેલ ગામે થયેલા આંતકવાદી હુમલાને લઈને ગુજરાતની કાયદો વ્યવસ્થા ની સમીક્ષા ની કોન્ફરન્સ 28 એપ્રિલે ખેડા ખાતે યોજાઇ હતી અને તેમાં રાજ્યના ચાર શહેર પોલીસ કમિશનર તેમજ રહેજ આઈજી અને કાયદો વ્યવસ્થાના એડિશનલ ડીજીપી દ્વારા વધતા જતા ગુનાઓ પર સમીક્ષાઓ કરવામાં આવી હતી અને જરૂરી નિર્દેશ આપતા ડીજીપી વિકાસ સહાય
ગુજરાત રાજ્યની ક્રાઈમ કોન્ફરન્સ અલગ અલગ શહેર માં દર મહિને યોજાતી હોય છે તે ક્રાઈમ કોન્ફરન્સ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આંતકવાદી હુમલાને લઈને 28 એપ્રિલ ના રોજ ખેડા ખાતે યોજાઇ હતી જેમાં કાયદાઓ વ્યવસ્થા બાબતે રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું સાથે સાથે બાંગ્લાદેશી અભિયાન રાજ્યભરમાં તમામ પોલીસ અધિકારી ને વેરિફિકેશન કરી ને કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો
ગુજરાત રાજ્યના કાયદાઓ વ્યવસ્થા બાબતે ડીજીપી વિકાસ સહાય દ્વારા રાજ્યના અલગ અલગ શહેર અને અલગ અલગ રેન્જમાં ગોઠવવામાં આવતી હોય છે જેને લઈને ગઈ ફેરી કાયદો વ્યવસ્થા ની મીટીંગ ભાવનગર થઈ હતી આ વખતે કાયદો વ્યવસ્થિત ની મીટીંગ ખેડા જિલ્લામાં રાખવામાં આવી હતી પરંતુ કાયદો વ્યવસ્થા ની મીટીંગ કાશ્મીરમાં 22 એપ્રિલે થયેલા પહેલગામમાં હુમલા ને લઈને એક અઠવાડિયું એટલે 28 એપ્રિલે ગોઠવવામાં આવી હતી જેમાં રાજ્યભરમાં પોલીસ કમિશનર રેન્જ આઇ.જી અને કાયદો વ્યવસ્થા ના લો એન ઓર્ડરના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા 28 એપ્રિલે બપોરે યોજાયેલી ડીજીપીની કાયદો વ્યવસ્થા બાબતની કોન્ફરન્સમાં રૂટિન મુજબ કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી અને શહેર તેમજ રેન્જ મુજબ બની રહેલા ગુના બાબતે પરામર્શ થઈ હતી આ કાયદા વ્યવસ્થામાં રાજ્યના ચાર શહેર પોલીસ કમિશનર સાથે રેન્જ આઈ જી પણ ઉપસ્થિત રહ્યા હતા અને અલગ અલગ મુદ્દાઓ પર રૂટિન મુજબ ચર્ચાઓ કરવામાં આવી હતી. ડીજીપી વિકાસ સહાય દ્વારા અમુક બનેલા ગુનાઓ પર જરૂરી નિર્દેશ આપ્યો હતો બીજી તરફ રાજ્યમાં શરૂ થયેલું બાંગ્લાદેશી ઓપરેશનમાં સ્થાનિક પોલીસ બાંગ્લાદેશીઓનું વેરિફિકેશન કરી ને કાયદેસરની વિશેષ ભાર આપ્યો હતો આ સંદર્ભ અમદાવાદ કમિશનર મલેક બરોડા કમિશનર નરસિંહમાં કોમર , રાજકોટ કમિશનર ભાર્ગવ અને સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, તેમજ રેલવેના ઇન્ચાર્જ આઈ જી તરીકે ડીઆઈજી સરોજ કુમારી તેમજ કાયદો વ્યવસ્થા ના ડો રાજકુમાર પડીયાન પણ ડીજીપી સાથે પોતાના મંતવ્ય વ્યક્ત કર્યા હતા અને રાજ્યમાં કાયદો વ્યવસ્થા કેવી રીતે જળવાઈ રહે તેના પર વિશેષ ચર્ચાઓ પણ કરવામાં આવી હતી
