Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ

ભાવિક શાહ (ગાંધીનગર બ્યુરો )

પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ

પશ્ચિમ રેલવેમાં સમર સ્પેશિયલ ટ્રેનોને લઈને રેલવે યાત્રીઓની સુરક્ષા માટે ગુજરાત ગવર્મેન્ટ રેલવે પોલીસે વિશેષ પોલીસ બંદોબસ્ત માં બે ડીવાયએસપી સાત પીઆઇ 104 પીએસઆઇ સુરત રેલ્વે સ્ટેશન અને ઉધના સ્ટેશન પર રેલવે યાત્રીઓને લઈને બે ડોગ ટીમ ફાળવ્યા : ડીઆઈજી સુરજ કુમારી

દેશમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ પશ્ચિમ રેલવેમાં વિવિધ ટ્રેનો તેમજ રેલવે સ્ટેશન પર વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સાથે સાથે હાલમાં ઉનાળુ વેકેશન શરૂ થતા રેલવેમાં રેલ્વે યાત્રીની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતા રેલવે ગવર્મેન્ટ પોલીસે પણ વિવિધ ટ્રેનોમાં યાત્રીઓનો માલ સામાનને ચોરી કે લૂટ નહીં થાય તે માટે ટ્રેનોમાં અને રેલવે સ્ટેશન પર વધારે પોલીસ બંદોબસ્ત સાથે વધારાના પાંચ ડોગ ફાળવવામાં આવ્યા છે

કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાબાદ પશ્ચિમ રેલવેના વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ જાહેર કરવામાં આવ્યું છે બીજી તરફ ઉનાળુ વેકેશન શાળાઓમાં શરૂ થતા જ રેલ્વે યાત્રીઓની સંખ્યા નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે જેને લઇને કેટલીક ટ્રેનો ઉનાળા વેકેશનમાં લઈ ફુલ થઈ ગઈ છે ત્યારે પશ્ચિમ રેલવેમાં ગુજરાતમાંથી પસાર થતી વિવિધ રેલવે સ્ટેશન પર પોલીસ બંદોબસ્ત ઇન્ચાર્જ આઈ જી સરોજ કુમારીએ મહત્વના રેલવે સ્ટેશન પર વધારે નો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આ પોલીસ બંદોબસ્તમાં બે ડીવાયએસપી સાત પીઆઈ 104 પીએસઆઇ તેમજ એલસીબી અને એસઓજીની ટીમને પણ સાથે રાખવામાં આવ્યા છે સુરત અને ઉધના ખાતે યાત્રીઓની વધુ પડતી અવરજવરને લઈને બે ડોગ ટીમ પણ મૂકવામાં આવી છે સાથે સાથે રેલ્વે યાત્રીઓના માલ સામાન લૂંટ કે ચોરી નહીં થઈ તે માટે રેલવેની વિવિધ ટ્રેનોમાં ગવર્મેન્ટ રેલવે પોલીસ અને આરપીએફ સાથે ટ્રેનોની અંદર પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે સાથે સાથે રેલ્વે સ્ટેશન પર લોકોના લગેજ તેમજ સીસીટીવીના માધ્યમથી વિશેષ નજર રાખવામાં આવી રહી છે ત્યારે પશ્ચિમ રેલવેના ગુજરાત ગવર્મેન્ટ પોલીસને રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા વધારાના પાંચ ડોગ ચેકિંગ અર્થે ફાળવવામાં આવ્યા છે જેને લઈને રેલવે પોલીસ ના વિવિધ રેલવે સ્ટેશન પર ટ્રેનોને આવવા જવા પર અને ટ્રેનોની અંદર વિશેષ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે તેમ જ રેલ્વે યાત્રીની સુરક્ષા ને લઈને કોઈપણ અસામાજિક તત્વો દ્વારા રેલવે યાત્રીના માલ સામાનની ચોરી ન થાય તેની પણ વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે સુરત રેલવે સ્ટેશનના પીઆઇ વ્યાસ સુરત રેલ્વે સ્ટેશન અને ઉધના ચલથાણ તેમજ અન્ય સ્ટેશન પર પોતાના વધારે ના સ્ટાફ 24 કલાક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે સાથે સાથે સીસીટીવી ના માધ્યમ નો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે બીજી તરફ અમુક ટ્રેનોમાં વિશેષ પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે રેલવેમાં અમદાવાદ ડિવિઝન અને બરોડા ડિવિઝનમાં પણ પોલીસ દ્વારા વિશેષ પેટ્રોલિંગ સાથે કોમ્બિન હાથ ધરવા આવ્યું છે સાથે શંકાસ્પદ ચીજ વસ્તુઓની પણ ચેકિંગ મેટલ ડિરેક્ટર અને ડોગ ટીમ ના મદદથી કરવામાં આવી રહ્યું છે

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement