Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….?

ભાવિક શાહ (ગાંધીનગર બ્યુરો )

ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….?

ગુજરાતના ગુહ મંત્રી હર્ષ સંઘવીએ મુખ્ય પોલીસ વડા વિકાસ સહાયને સાથે રાખી કેન્દ્રીય ગુહમંત્રી અમિતભાઈ સાથે બેઠક યોજી હોવાની ચર્ચા હોટ ટોપિક બની રહી છે : કેન્દ્રીય ગૃહમંત્રી ૪ માસમાં ત્રણ વખત ગુજરાત આવવા છતાં ટાઇટ શેડ્યુલને કારણે બેઠક ન થતા જાગેલ નિરાશાએ ફરી આશાનું કિરણ જગાવ્યું … રાજ્ય સરકારના આંખ, કાન જેવા આઇબી વડા, સ્થાનિક તંત્રની બેદરકારી સમયે સરકારનું ધ્યાન દોરી સીધા ત્રાટકતી સીઆઇડી ક્રાઇમ વડા જગ્યા, ડીઆઇજી બન્યા બાદ એસપી તરીકે તે જગ્યા પર હોય તેવું ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત ઘટના…? રાજ્યમાં અમદાવાદ રેન્જ ખાલી, એસપી ર્પોસ્ટીંગ જેવા પેન્ડિંગ પ્રશ્નો રાજ્યના વિપક્ષો માટે સરકારની ફજેતી કરવાની તક પૂરી પાડી રહ્યા છે કેન્દ્ર હાઈ કમાન્ડ વતી નિર્ણય લેવાની સત્તા ધરાવતા …. કે.કૈલાશનાથનગુજરાત છોડતા અનેક પ્રશ્નો ગૂંચવાઇ ગયા, મુખ્ય પોલીસ વડા પણ જૂન માસમાં નિવૃત થાય છે…..?

કેન્દ્ર હાઈ કમાન્ડના હાથ પગ અને કાન જેવા ગુજરાતના સનદ અધિકારી એવા કે. કે. અર્થાત્ કે.કૈલાશનાથન ગુજરાત છોડી દેશના પોંડિચેરી લેફ્ટેનન્ટ ગવર્નર બન્યા પછી ગુજરાતનું વહીવટી તંત્ર અને ખાસ કરી પોલીસ તંત્ર ખૂબ ગોટે ચઢ્યું હોય લાગી રહ્યૂ છે ….? ગુજરાતના આઇપીએસ લેવલે મહત્વના જેવા કે આઇબી વડા, સીઆઇડી ક્રાઇમ વડા, અમદાવાદ રેન્જ, ઘણા એસપીના પોસ્ટિંગ બાકી તે બાબતે અને ગુજરાતના ઇતિહાસમાં કદી ન બન્યું હોય તેમ એસ.પી. ડીઆઇજી બન્યા પછી પણ એસપી તરીકે જગ્યા અપગ્રેડ કરી ચાલુ રહેવા જેવી સ્થિતિ સર્જાય છે.
રાજ્યના મુખ્ય પોલીસ વડા બિન વિવાદી આઇપીએસ વિકાસ સહાય જૂન માસમાં નિવૃત્ત થાય છે. આમ છતાં કોઈ હિલચાલ નથી. તેમને એકસ્ટેન્શન આપવું કે નહીં તે બાબતે પણ કોઈ નિર્ણય ન થવાથી તંત્ર અનિર્ણિત સ્થિતિમાં પડ્યું છે….?
કેન્દ્રીય ગુહ મંત્રી અમિતભાઈ શાહ નવા વર્ષના ૪ માસ દરમિયાન ત્રણેક વખત ગુજરાતના અમદાવાદ આવ્યા ત્યારે રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી તેમની પાસેથી લિસ્ટ એપ્રુવ કરાવી લીલી ઝંડી મેળવી લેશે તેવી વ્યાપક માન્યતા થઇ હતી અને આઇપીએસ અધિકારીઓમાં ચર્ચા થઇ હતી. પરંતુ આ આશા નિરાશામાં ફેરવાય ગયેલ છે. રાજ્ય સરકાર પણ આ બાબતે મનોમન ચિંતિત છે. આ પરિસ્થિતિ અંગે ગુજરાતના વિરોધ પક્ષ પણ સરકાર કાયદો વ્યવસ્થા પ્રશ્ને કેટલી લાપરવાહ છે તેની ટીકાઓ કરવાની તક મળી રહી હતી
ગુજરાતના આઇપીએસ વર્તુળોમાં ચાલતી ચર્ચાઓ મુજબ તાજેતરમાં દિલ્હી ખાતે અમિતભાઈ શાહ સાથે આઇપીએસ ફેરફાર અંગે ચર્ચા થયેલ હોવાની જોરદાર સચિવાલ અને ગુહ વિભાગ માં ચર્ચાઓ ચાલી રહ્યું છે અને આ મુલાકાત સમયે જૂનમાં નિવૃત થતા મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય પણ ઉપસ્થિત હતા. આ ચર્ચામાં જો તથ્ય હોય તો આઇપીએસ અધિકારીના મોટા પાયે ફેરફાર આવશે.અથવા અફવા હશે તો જો ઢીલ થશે તો રથયાત્રાના બહાના હેઠળ લાંબો ઇન્ટરવેલ પડવાનો ભય સતાવી રહ્યો છે.હાલ માં આઇપીએસ અઘીકારીમાં કભી ખુશી કભી ગમ માહ્વોલ જોવા મળી રહ્યો છે ઘણી વાર આઈપી એસ ની આશા ઠગવારી નીકળે છે ….? હવે બદલી આવશે કે સમય ની રાહ જોવા સિવાય કોઈ વિકલ્પો નથી …..? તેવી હાલ આઈ પી એસ દેખાય રહ્યું છે ઘણા અધીકારી પોતાના બિસ્તલાપોટલાં તૌયાર કરી નાખ્યા હતા જેવો ઓડર આવશે લઈને નીકળી જશે તેવી વાતો પોતાના અન્ય કર્મચારી કરતા દેખાઈ રહ્યં છે ….?

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement