
જમ્મુ કાશ્મીરમાં બનેલ વાદળ ફાટવાની ઘટનામાં ગુજરાતના પણ કેટલાક જિલ્લાઓના પ્રવાસીઓ ફસાયા હતા. જેને બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.


*કહેવાયું છે ને કે એક ગુજરાતી બીજા ગુજરાતી ને આફત સમયે અચૂક કામ લાગે છે*. પછી ભલે ને એ આફત હોય કે અવસર. ઘટના એ બની કે તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં રામબંદ જિલ્લામાં વાદળ ફાટવાની ઘટના બની હતી. અને જેને કારણે પુર અને વિનાશની સ્થિતિ ત્યાં ઉપસ્થિત થવાની નોબત આવી હતી. ત્યાં રાજ્ય સરકારે રેસ્ક્યુ ઓપરેશન તો શરૂ કર્યું હતું. પરંતુ ટુરિસ્ટ જગ્યા હોય અનેક રાજ્યો માંથી પ્રવાસીઓ જમ્મુ કાશ્મીર આવ્યા હતા. વાદળ ફાટવાની ઘટના બનતા ઘણા યાત્રાળુઓ ત્યાં ફસાયા હતા. જેમાં ગુજરાતમાંથી પણ બનાસકાંઠા મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના 30થી વધુ યાત્રાળુઓ પહેલગામ નજીક ફસાયા હતા. અનેક માર્ગો પણ બંધ થઈ જવાની નોબત આવી હતી. આવી સ્થિતિ ઊભી થતા બારડોલીના નો યુવાન કે જે ટુરિસ્ટ પ્લાનર નો વ્યવસાય ધરાવે છે. યુવાન વિરેન્દ્રસિંગ રાજપુત નો સંપર્ક કર્યો હતો. અને આ વિરેન્દ્રસિંગ રાજપુત ત્વરીતે મદદે આવી ફસાયેલા મુસાફરોને માટે વૈકલ્પિક માર્ગ શોધીને તમામને સહી સલામત રીતે જમ્મુ રેલ્વે સ્ટેશન સુધી પહોંચાડી ઉત્તમ માનવીય અભિગમ દર્શાવતું કાર્ય કર્યું હતું.
