Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

બારડોલી : શ્રી શાંતારામ ભટ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ મોતા માં પ્રાચીન અર્વાચીન ગરબાની શિબિર યોજાઈ*

*શ્રી શાંતારામ ભટ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ મોતા માં પ્રાચીન અર્વાચીન ગરબાની શિબિર યોજાઈ*


શ્રી મોતા કેળવણી મંડળ મોતા,સંચાલિત શ્રી શાંતારામ ભટ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ મોતા માં તારીખ *૧૫/૦૪/૨૫ અને ૧૬/૦૪/૨૫* ના રોજ પ્રાચીન- અર્વાચીન ગરબા વિશે વિશદ અને વિરલ જાણકાર શ્રીમતિ ઉષાબેન મઢીકર ના માર્ગદર્શન હેઠળ તાલીમ યોજવામાં આવી હતી.જેમાં ગુજરાતની સંસ્કૃતિનું ગૌરવ અને આધ્યાત્મિક પરંપરા ના પ્રતીક સમાન ગુજરાતનું ગૌરવ કે જે દેશ વિદેશમાં પણ પોતાની આગવી શૈલીથી ધૂમ મચાવે છે અને આપણી સંસ્કૃતિને જીવંત રાખે છે.એ પ્રાચીન અર્વાચીન ગરબા કઈ રીતે ગાઈ શકાય, તાળી કઈ રીતે પાડવી , ચપટી કઈ રીતે વગાડવી, વાજિંત્રો નો ઉપયોગ કઈ રીતે કરી શકાય, ગરબાની વેશભૂષા કઇ રીતે રાખી શકાય, કયો રાગ લઈ શકાય એ વિશેની સંપૂર્ણ જાણકારી શ્રીમતિ ઉષાબેન મઢીકર એ વિદ્યાર્થીનીઓને આપી હતી. શાળાના આચાર્યા શ્રીમતિ દીપિકા બેન પટેલે શ્રીમતિ ઉષાબેન મઢીકર અને ભાગલેનાર તમામ વિદ્યાર્થીનીઓને પ્રાસંગિક બોલ કહી પ્રોત્સાહિત કર્યા હતા.

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement