
ભાવિક શાહ (સુરત બ્યુરો )


સુરત શહેરને કાયદો વ્યવસ્થા બાબતે વિવિધ મુદ્દા પર ધારાસભ્યો સાથે પરામર્શ કરાઈ : અનુપમસિંહ ગેહલોત
ધારાસભ્યના સંકલનમાં સુરત શહેરના ટ્રાફિક સમસ્યા બાબતે પ્રશ્નતરીમાં પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક સમસ્યા અને પબ્લિક સિસ્ટમ દ્વારા સંચાલન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે સુરત શહેરના પબ્લિક ટ્રાન્સપોર્ટ તરીકે ઓળખાતી ઓટોરિક્ષા માટે વિવિધ જગ્યા પર પાર્કિંગ સ્ટેન્ડ બનાવશે સાથે સાથે ગમે તેમ પાર્ક કરતા વાહન ચાલક પર પગલા ભરવાનો માસ્તર પ્રોજેક્ટ બતાવ્યો
સંકલન મિટિંગમાં ટ્રાફિકને લઈને સુરત મહાનગરપાલિકા અને ટ્રાફિક અધિકારી સાથે શહેરભરમાં 316 થી વધુ રિક્ષા સ્ટેન્ડ ના સર્વે થયા અમુક જગ્યા પર સ્થાનિક દ્વારા વિરોધ આ સિસ્ટમ અમલમાં મૂક્યા બાદ સુરત શહેર સ્વચ્છ અને સુંદર શહેર સાથે પહેલા નંબર ધરાવતું સાથે ટ્રાફિકમાં પણ પહેલો નંબર ધરાવશે……?
સુરત શહેરમાં પોલીસ કમિશનરના અધ્યક્ષમાં યોજાયેલી કાયદો વ્યવસ્થા બાબતની સંકલન મિટિંગમાં સુરત શહેરના ધારાસભ્યો અલગ અલગ મુદ્દાઓ પર પોલીસ કમિશનર સાથેપરામર્શ કર્યું હતું સાથે સાથે આરટીઆઇ કાર્યકર્તા અને સુરત શહેરને ટ્રાફિક બાબતે પ્રશ્નોત્તરી થયા હતા જેમાં પોલીસ કમિશનરે વિશ્વના અન્ય શહેરોમાં ટ્રાફિક વ્યવસ્થા ની સિસ્ટમ ને લઈને એક નવી રૂપરેખા આધારે ભારતભરમાં માત્ર સુરત ખાતે આ સિસ્ટમ મૂકવાના પ્રયાસ હાલ હાથ ધરવામાં આવ્યા છે આ સંકલન મિટિંગમાં સુરતના ધારાસભ્ય સંદીપ દેસાઈ અરવિંદ રાણા વિનુભાઈ મોરડીયા તેમજ સંગીતાબેન પાટીલ ઉપસ્થિત રહ્યા હતા
ગુજરાત સરકાર દ્વારા પ્રજા લક્ષી કાર્યને લઈને ચૂંટાયેલા પ્રતિનિધિ અને સરકારી કર્મચારી સાથેના સંકલનને લઈને અલગ અલગ મુદ્દાઓ બાબતે એક સંકલન મીટીંગ મહિનાના પહેલા વિકમાં યોજાય એ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેના ભાગરૂપે સુરત શહેરમાં કાયદો વ્યવસ્થા ને લઈને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ના અધ્યક્ષ સ્થાને શુક્રવારે બપોરે સંકલનની મીટીંગ યોજાઇ હતી જેમાં સુરત શહેરના પોલીસ કમિશનર અને તેમના અધિકારી સાથે પ્રજાના પ્રશ્નોને લઈને ચૂંટાયેલા ધારાસભ્યો ની મીટીંગ પોલીસ કમિશનર ભવન અથવા લાઈન્સ ખાતે યોજાઇ હતી બપોરે થયેલી મિટિંગમાં પોલીસ અધિકારી સાથે ધારાસભ્યો વચ્ચે સુરત શહેરના અલગ અલગ મુદ્દાઓ ને લઈને પરામર્શ કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને સુરત શહેરના પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા આરટીઆઇ કાર્યકર્તા બાબતે ઉઠાવવામાં આવેલી ઝુંબેશ આજે રાજ્યમાં સરકારી કચેરીઓમાં ન્યુસોંગ્સ રૂપ સાબિત થયેલા આરટીઆઈ કાર્યકર્તાઓ વિરુદ્ધમાં સૌથી પહેલા સુરતમાં ગુના નોંધવામાં આવ્યા હતા અને આજે આરટીઆઇ કાર્યકર્તાઓની વિરુદ્ધ મુહિમ્મ સુરત પોલીસે 74 થી વધુ આરટીઆઈ કાર્યકર્તા ફરિયાદ નોંધવામાં આવી હતી અને આજે સરકારી કચેરીઓમાં આરટીઆઇ કાર્યકર્તાઓ થી ઉભરાતી હતી તે હવે સરકારી કચેરીમાંથી દૂર થઈ ગયા છે સાથે સાથે સુરત શહેરને ટ્રાફિક સમસ્યાને લઈને ઘણીવાર સમસ્યા ઊભી થઈ છે આ બાબતે સુરત શહેરના તમામ ધારાસભ્ય સંદીપ દેસાઈ વિનુ મોરોડીયા અરવિંદભાઈ રાણા અને સંગીતાબેન પાટીલ દ્વારા શહેરના ટ્રાફિક અને વિકાસલક્ષી કાર્યમાં અડચણરૂપ બની રહ્યા છે અને સિસ્ટમના આધારે ટ્રાફિક સંચાલન થાય એની પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો આ બાબતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા વિશ્વમાં મોટા શહેરોમાં ખાસ કરીને ટ્રાફિક સિસ્ટમને લઈને ટ્રાફિક સંચાલન થતું હોય છે એવી રીતે ભારતભરમાં કોઈ શહેરમાં નહીં પરંતુ સુરત શહેર ટ્રાફિક્ સંચાલન વિશ્વના અન્ય શહેરોની તુલનામાં બેસ્ટ બનાવવાની પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને આડેધડ વાહન ચાલકો પોતાના વાહન પાર્ક કરતા હોય છે અને ખાસ કરીને સુરત શહેરના રસ્તા ઉપર રીક્ષા ચાલકનું દબાણ સાથે લારી ગલ્લા નું દબાણ પણ હોય છે જેને દૂર કરવા માટેનો પ્રયત્ન સુરત મહાનગરપાલિકાના સાથે સંકલન કરીને હાથ ધરવામાં આવ્યું છે આ બાબતે સુરત શહેર સ્વચ્છ અને સુંદરમાં પ્રથમ નંબર ધરાવે છે એવી જ રીતે સુરત શહેરને ટ્રાફિક સંચાલનમાં પણ ભારતભરમાં પ્રથમ નંબર સાથે વિશ્વના અન્ય સીટી ની તુલનામાં પણ આગળ મુકવાનો ભગીરથ પ્રયાસ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા એક માસ્તર પ્રોજેક્ટ ધારાસભ્યો વચ્ચે મૂકવામાં આવ્યો હતો આગામી દિવસમાં ટ્રાફિકને લઈને સમસ્યા ઊભી થતી હતી એની પર હલ કરવા માટે સુરત શહેરમાં અલગ અલગ જગ્યા ઉપર રિક્ષા સ્ટેન્ડ નું સર્વે કરી એ જ જગ્યા પર રીક્ષા મુકવાનો અને પાર્ક કરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે જેથી કરીને ટ્રાફિક વ્યવસ્થા ની સંચાલન સિસ્ટમેટિક રીતે થાય તે માટેના ભગીરથ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે આ માટે સુરત મહાનગરપાલિકા અને શહેર ટ્રાફિક પોલીસના અધિકારી સાથે સુરતના અલગ અલગ રસ્તા ઉપર ટ્રાફિક ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમના ભાગરૂપે રિક્ષા સ્ટેન્ડ બનાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે જેમાં આશરે 316 થી વધુ રિક્ષા સ્ટેન્ડો હાલ સર્વે કરવામાં આવ્યું છે એમાં કેટલાક રીક્ષા સ્ટેન્ડ તો ચાર રસ્તા પર હોવાના લઈને રિક્ષા સ્ટેન્ડ પર હાલ સ્થાનિક દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે પોલીસ કમિશનર ટ્રાફિકને લઈને વધુ એવરનેસ બન્યા છે અને પોતાના અધિકારીઓને પણ વિશ્વના નકશા પર સુરતને ટ્રાફિક બાબતે એવોર્ડ નેશનલ આવર સાથે વ્યવસ્થિત ઓટોમેટીક સિસ્ટમ સંચાલિત થાય તે માટેની વિશેષ જવાબદારી ટ્રાફિક અધિકારીઓને સોંપવામાં આવી છે આગામી દિવસમાં એને લઈને ટ્રાફિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમને લઈને ઘણી સમસ્યા ઊભી થશે પણ એ માટેના પણ પોલીસ કમિશનર દ્વારા અત્યારથી તૈયારી કરવામાં આવી છે જેથી કરીને રીક્ષા ચાલક હવે ગમે તેમ જગ્યા પર પાર્ક કરી શકશે નહીં અને જો પાર્ક કરશે અને ઊભા રહેશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે સાથે સાથે સુરત શહેર પોલીસ કંટ્રોલરૂમ અતિ આધુનિક બનાવવામાં આવ્યો છે અને સાથે ઓન ડેસ દ્વારા સુરતના રસ્તા ઉપર નજર રાખવામાં આવી રહી છે જેથી કરીને ટ્રાફિક વ્યવસ્થામાં કોઈ મુશ્કેલી થશે તો કંટ્રોલરૂમ દ્વારા તાત્કાલિક અધિકારીઓને જાણ કરવામાં આવશે અને જે તે પોઇન્ટ પર રીક્ષા ઉભી રહેશે અને પબ્લિક એલાઉમેન્ટ સિસ્ટમના દ્વારા હટાવવા માટેની પ્રયાસ હાથ ધરવામાં આવશે
