Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

સુરત : ગુજરાતમાં પોંડિચેરીનાં લેફ ગવર્નર કે.કે.ના આગમન અને ગમન સાથે ચર્ચાઃઉત્કંઠાનું રહસ્યુમય પોટલું છોડતા ગયા……?

ભાવિક શાહ (સુરત બ્યુરો )

ગુજરાતમાં પોંડિચેરીનાં લેફ ગવર્નર કે.કે.ના આગમન અને ગમન સાથે ચર્ચાઃઉત્કંઠાનું રહસ્યુમય પોટલું છોડતા ગયા……?

કે કે સાબરમતી આશ્રમનાં મહત્વરના પ્રોજેકટનાં ઈનચાર્જ હોવાથી તેનાં પ્રોગ્રેસ રિપોર્ટ માટે આવ્યા હોવાની વાત વહેતી …?

૨૦૨૭ની ચૂંટણી પ્લાનિંગ, આઇબી વડા, સીઆઈડી ક્રાઇમ વડા સાથે આઇપીએસ લેવલનાં ફેરફારો અંગે માર્ગદર્શન આપતા ગયા હોવાની હાઈ લેવલે ચર્ચા : એસપી લેવલે મોટા ગ્રુપ જેવી સ્થિતિ, રાજકારણીઓનાં દબાણો , ભવિષ્યરમાં નુકશાનકારક ન બને તે માટે કેન્દ્રીેય મતવ્યવકત થયો? પ્રદેશ પ્રમુખ, પ્રધાનમંડળ ફેરફાર સહિતની ચર્ચાનો ચિચોડો રોજ અવનવા તર્ક બહાર લાવે છે : કે.કૈલાશનાથન સાબરમતી આશ્રમનાં મહત્વરના પ્રોજેકટનાં ઈનચાર્જ હોવાથી તેનાં પ્રોગ્રેસ રિપોર્ટ માટે આવ્યાનું જ સત્તાવાર રીતે કહેવાય છે,પણ કોઈ આ કારણ માનવા તૈયાર નથી, એ પણ હકીકત છે….?

ગાંધીનગર : ગુજરાતના આઇએએસ અને આઇપીએસ અધિકારીઓના એક સમયે ભાગ્યાવિધાતા જેવા મુખ્યતમંત્રીના તત્કાધલીન પીન્સિપલ સેક્રેટરી અને હાલના પોંડિચેરીનાં લેફ ગવર્નર તાજેતરમાં ગાંધીનગર આવી મુખ્યીમંત્રીભુપેન્દ પટેલ નાં બંગલે ત્રણ કલાક સુધી ગુહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થતિ માં બેઠક કર્યાના અહેવાલો પછી આઇપીએસ વર્તુળોમાં અનેક વિધ અનુમાન સાથે રાજકીય લેવલે અનુમાનોની આંધી આવી સાથે સાથે ચઢી છે. અત્રે એ યાદ રહેં કે વડાપ્રધાન નરેન્દ્રજભાઇ મોદી અને કેન્દ્રય ગુહ મંત્રી અમીતભાઈ શાહનાં કે્‌.કે્‌ નામથી જાણીતા કૈલાસનાથનજી ગુજરાતના તેમના કાર્યકાળ દરમિયાન પણ વિશાળ સતા ધરાવતા હતા…..?
ગુજરાતમાં એક સમયે ટોચનાં આઇએએસ અધિકારીઓની બદલી કરવાની હતી. મોટા ગજાના રાજકારણી દ્વારા પોતાની પસંદગી લિસ્ટ જવાબદાર અધિકારીને આપેલ. જયારે બદલી ઓર્ડર આવ્યા ત્યાારે એ મોટા ગજાના રાજકારણી અચંબો પામી ગયેલ, એ બદલીઓ તેમના લીસ્ટ્થી વિપરીત હતી.
આમ કેમ બન્યું….? તેવું નારાજી સાથે મોટા ગજાના રાજકારણી દ્વારા જેમને લિસ્ટસ સુપ્રત કરેલ તેમને પૂછયું. એ જવાબદાર અધિકારીએ કહ્યું કે આ બધા ફેરફારો ગુજરાતના વિશ્વાસુ કે.કે. દ્વારા થયા છે…..? મોટાં ગજાના રાજકારણીએ ખૂબ શાંતિથી આ બાબતે પૂછતા કે કે.એ કહ્યું આ લિસ્ટક અમીતભાઈ સાથે ચર્ચા બાદ ફાઇનલ કરેલ છે……? હવે મોટાં ગજાના રાજકારણી માટે કંઇ બોલવા જેવું ન રહ્યું. આ એક ઉદાહરણ તેમના નામના એક કે. કે.નાં વર્ચસ્વા સાબિત કરવા પૂરતી હોય ….?
ગુજરાતમાં આઇપીએસ અધિકારીઓ અને મંત્રી મંડળ ફેરફારનું કોકડું ગુચવાયું છે ત્યારે કે.કે.એ કેન્દ્રીય ગુહ મંત્રીનો સંદેશો લાવ્યા હોય તે બાબત પણ નકારી શકાય નહિ…..?
અત્રે એ યાદ રહે કે રાજ્યયના સીઆઈડી વડા જેવા રાજકીય રીતે મહત્વત ધરાવતા સ્થાન સાથે સરકારના આંખ, કાન જેવા ગુપ્તચર વડાનું સ્થાન ખાલી છે. જેમને ચાર્જ આપ્યો્ છે તેવા ભરાડાજી પણ એકાદ માસમાં નિવત્ત થાય છે. અમદાવાદ રેન્જત આઇજી જે.આર. મોથલિય નિવત્ત થતા આ સહિત મહત્વેના સ્થાન ખાલી છે. જૂનમાં નિવત્ત થતા મુખ્ય પોલીસ વડા વિકાસ સહાયને નિવત્ત કરવા કે આશિષ ભાટિયા માફક એક્ષ્ટેન્સ‍ આપવું….? ગુજરાતમાં એસપી લેવલે પણ મોટા અંદર ગ્રુપ પડી ગયા છે અને ભૂતકાળમાં કઈ બાબત કેન્દ્રેમાં રાખી ઘણા ને પોસ્ટીગ અપાયા હતા, તેની યાદ આપવામાં આવી રહી છે.
માટે દરેક લેવલે વિવિધ રીતે દબાણો લાવવામાં આવી રહ્યાની ગુજરાતમાંથી કેન્દ્રોને સંદેશ ગયાની ચર્ચાઓ વચ્ચેે ગુજરાત ની મુલાકાતે કે.કે.નું આગમન ઘણું ઘણું કહી જાય છે….? રાજ્ય ના મુખ્યે પોલીસ વડા સાથે બીજા મહત્વાના ફેરફાર બાબતે પણ ચર્ચા સાથે ગુજરાતના પ્રધાનમંડળમાં કોને કોને સમાવવા ? કોને નહિ તે બાબતે પણ કેન્દ્રીય હાઈકમાન્ડ ની ગાઈડ લાઇન અંગે કે.કે..એ માહિતગાર કરવા સાથે ગુજરાતના હાલના માહોલ, ૨૦૨૭ની ચુંટણીઓના પ્લાંનિંગ વિગેરે બાબતે પણ રાજ્ય સરકારના અઘીકારીને માર્ગદર્શન પૂરું પડાયાની ચર્ચા સચિવાલય ચાલી રહ્યું છે પણ કે કે ગુજરાતમાં આવી ને ગયા તે બાબતે અમુક અધીકારી ને જાણકારી હતી તેમનો કાર્યકમ અત્યંત ગુપનીય રાખવમાં આવ્યો હતો આમ તો કે કે ના આવના મુખ્ય કારણ સાબરમતી આશ્રમનાં મહત્વરના પ્રોજેકટનાં ઈનચાર્જ હોવાથી તેનાં પ્રોગ્રેસ રિપોર્ટ માટે આવ્યા હોવાની વાત વહેતી કરાઈ હતી પરંતુ પરદા પાછળ ગુજરાતમાં રાજકારણ માં અમુક વિસ્તારમાં થયેલા અવિશ્વાસ લઈને રાજ્ય ને નુકશાન થઇ શકે ….તેની સમીક્ષા કરાઈ હતી ….?

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement