Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

કેજરીવાલનો વિશ્વાસ – News18 ગુજરાતી

KEJRIWAL ON GUJARAT ELECTION RESULTS 2022: આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે આજે  ચૂંટણી પરિણામો આવ્યા બાદ કહ્યું હતું કે આપ તો એક નાનકડી યુવાન પાર્ટી છે. જેને માત્ર દસ વર્ષ થયા છે. આટલા ટૂંકા સમયમાં રાષ્ટ્રીય પાર્ટી બનવું એ મોટી વાત છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ગુજરાતની જનતાનો આભાર.

થેન્ક યુ ગુજરાત 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે અમે આ ચૂંટણી કેમ્પેઇન ઘણી સકારાત્મક્તા સાથે ચલાવ્યું હતું. અમે કોઈને ગાળો નથી આપી કોઈના વિશે ખરાબ નથી બોલ્યા. અમે માત્ર અમે જે કર્યું છે તેની જ વાત કરી છે. અમે દિલ્હીમાં અને પંજાબમાં જે કરી બતાવ્યુ છે તેની વાત કરી છે. અને કરી બતાવ્યુ છે.

આપ ના મુખ્યમંત્રીના ચેહરા ઈસુદાન ગઢવીએ હાર સ્વીકારી પ્રજાના ચુકાદાને આવકાર્ય ગણાવ્યો ઈસુદાન ગઢવીએ જણાવ્યું 2024 અને 2027 મા ફરી જોમ જુસ્સા સાથે ફરી મેદાનમાં આવીશું

મુરૂભાઈ બેરાનો વિજય

ખંભાળિયા 81 બેઠક પર મુરૂભાઈ બેરા ની 18838 મતે જીત થઈ હતી. તેઓ ભાજપ વતી ચૂંટણી લડ્યા હતા અને 77305 મત મેળવ્યા હતા. તો  આપને 58467 અને કોંગ્રેસને  44526 મત મળ્યા હતા.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ નો પ્રચંડ વિજય થયો છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. તો આ સાથે પ્ર્ધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહેલી વાત સાચી પડી છે. ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે પૂર્વ મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના તમામ રેકોર્ડ્સ તોડી નાખ્યા છે. ભાજપ એક જંગી બહુમતી સાથે જીત્યું છે.

આપના દિગ્ગજ નેતાઓ હાર્યા

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આપના સુપડા રીતસર સાફ થઈ ગયા છે. એટલું જ નહીં તેના કારણે કોંગ્રેસને પણ મોટો ફટકો પડ્યો છે.

આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવીનો ખંભાળિયામાંથી પરાજય થયો છે. ઇસુદાન ગઢવી સામે ભાજપના મુળુભાઇનો વિજય થયો છે.

તો બીજી તરફ વરાછામાંથી અલ્પેશ કથીરિયાનો પરાજય થયો છે. અલ્પેશ પાટીદાર નેતા હોવાના કારણે જીતી જશે એવું લાગતું હતું પણ એવું બન્યું નથી. તેઓની સામે કુમાર કણાનીનો વિજય થયો છે.

આ પણ વાંચો:
GUJARAT ELECTION RESULTS: વડગામથી જિગ્નેશ મેવાણીનો વિજય, ભારે રસાકસી બાદ સતત બીજી વખત જીત્યા કોંગ્રેસ નેતા

આ પણ વાંચો:
Gujarat Election Result 2022: ભાજપની આંધી સામે ઊડી ગયું ઝાડુ! આપના દિગ્ગજ નેતાઓ હાર્યા, તમામ દાવા પોકળ

તો બીજી તરફ પાટીદાર નેતા આમ આદમી પાર્ટીના પ્રદેશ સંયોજક ગોપાલ ઇટાલીયા પણ કતારગામ બેઠક પરથી હાર્યા છે. તેઓની સામે ભાજપના વિનોદભાઇનો વિજય થયો છે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement