Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

સુરત : ભગવાન મહાવીર કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ (BMCCMS) “પ્રોત્સાહન” નામના આંતર-કોલેજ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું

ભગવાન મહાવીર કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ (BMCCMS) “પ્રોત્સાહન” નામના આંતર-કોલેજ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું,

જે comicon થીમ પર આધારિત હતું. કાર્યક્રમની શરૂઆત 12:00 વાગ્યે વિદ્યાર્થીઓની રેલીથી થઈ હતી, જેમાં સ્પાઈડર-મેન, મિકી માઉસ, બેટમેન, ડેડપૂલ, આયર્નમેન, કેપ્ટન અમેરિકા, જોકર, હલ્ક અને ડેરડેવિલ જેવા પ્રખ્યાત પાત્રોની વેશભૂષામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

ઉદ્ઘાટન સમારંભમાં સુરતના કલેક્ટર, આઈએએસ ડૉ. સૌરભ Pardhi મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અન્ય મહાનુભાવો શ્રી અનિલ જૈન અને ડૉ. નિર્મલ શર્મા, ડૉ. હર્ષિતા જૈન, Anil Roongta ,Sailesh Sonpal , Subhash Davar પણ અતિથિ તરીકે હાજર રહ્યા હતા. કાર્યક્રમની સફળતા માટે BMCCMSના ફેકલ્ટી અને વિદ્યાર્થીઓએ, ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. ચેતા દેસાઈના માર્ગદર્શન હેઠળ, સક્રિય રીતે કાર્ય કર્યું હતું.

“પ્રોત્સાહન”માં વિવિધ પ્રકારના ઇવેન્ટ્સ અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું:

મેનેજમેન્ટ ઇવેન્ટ્સ:- ક્વિઝ સ્પર્ધા, ચર્ચા (ડિબેટ) સ્પર્ધા , એડ મેડ , યુવા સંસદ , શેર વોર્ , – IPL ઓક્શન

sports ઇવેન્ટ્સ:- બોક્સ ક્રિકેટ , વોલીબોલ , પાવર લિફ્ટિંગ , બેડમિન્ટન , સ્કેટિં, ઇ-સ્પોર્ટ્સ
, પિકલ બોલ, કરાટે.

સાંસ્કૃતિક ઇવેન્ટ્સ:
નૃત્ય, ગાયન , પ્રતિભા દર્શન ,ફેશન શો, બ્રોડવે શો

કલા ઇવેન્ટ્સ:
ફાયરલેસ કુકિંગ , મેહંદી સ્પર્ધા , નેઇલ આર્ટ ,લોગો બનાવવું ,પોસ્ટર બનાવવું , ક્રાફ્ટી ફન હાઉસ, ફેસ પેઇન્ટિંગ, ટેટૂ બનાવવું , કલમકારી પેઇન્ટિંગ

અન્ય સ્પર્ધાઓ:
સ્ક્વિડ ગેમ, ગરબા , ખતરો કે ખિલાડી , ટ્રેઝર હન્ટ.

આ ઇવેન્ટે BMCCMSના વિદ્યાર્થીઓની પ્રતિભાને પ્રસ્તુત કરવાની સાથે અન્ય કોલેજોના વિદ્યાર્થીઓ વચ્ચે મિત્રતા અને આરોગ્યપ્રદ સ્પર્ધાની ભાવનાને પણ પ્રોત્સાહિત કરી હતી. કોમિક થીમના કારણે “પ્રોત્સાહન” 2025 એક યાદગાર અને સફળ ઉજવણી બની.

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement