
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. ત્યારે ભાજપે આ વખતે રેકોર્ડ બ્રેક જીત મેળવી છે. ભાજપે 150 કરતાં વધુ બેઠક જીતીને ઇતિહાસ રચી દીધો છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં ઘણાં ચહેરાઓનો ભાજપે અખતરો કર્યો હતો. તેમાંના મોટાભાગના ચહેરા પર ભાજપનો દાવ ચાલી ગયો હતો અને જીતી ગયા હતા. ત્યારે હવે જોઈએ કે, ભાજપના કયા 10 નેતાઓને 1 લાખ કરતાં વધુ મતની લીડથી જીત્યા છે.
આ પણ વાંચોઃ
આ 10 પોપ્યુલર નેતાઓનો વટ દાવ પર લાગ્યો તો, જાણો પરિણામ
સરેરાશ મતદાન 64.33 ટકા
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કાનું સરેરાશ મતદાન 63.31 ટકા નોંધાયું હતુ અને બીજા તબક્કાનું સરેરાશ મતદાન 65.30 ટકા નોંધાયું છે. આ બંનેનું સરેરાશ મતદાન 64.33 ટકા થયું છે. 2007 બાદ ગુજરાતમાં આ સૌથી ઓછું મતદાન નોંધાયું છે. ગત વર્ષોની ગુજરાત ચૂંટણીના મતદાનની ટકાવારી જોઇએ તો, 2007માં 59.77%, 2012માં 72.02% અને 2017માં 69.01% મતદાન નોંધાયું હતુ.
આ પણ વાંચોઃ
PAASના પ્રચંડ વિરોધ વચ્ચે પાટીદારનો જ વિજય, હાર્દિકને મંત્રી બનાવશે?
બે બેઠક પર 80%થી વધુ મતદાન
આ વખતનાં ગુજરાત ચૂંટણીમાં મતદાનનાં આંકડા તપાસીએ તો, થરાદ અને ડેડિયાપાડા બે બેઠક પર 80 ટકાથી વધુ મતદાન થયું છે. જ્યારે 70 ટકાથી વધુ મતદાન થયું હોય તેવા માત્ર પાંચ જિલ્લા છે. જેમાં નર્મદા, તાપી, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી જિલ્લાનો સમાવેશ થાય છે. 60થી 69 ટતા મતદાન નોંધાયું હોય તેવા 22 જિલ્લા છે. આ ઉપરાંત સૌથી વધુ મતદારો ધરાવતા અમદાવાદ જિલ્લામાં માત્ર 59.05 ટકા મતદાન નોંધાયું છે. આ મતદાનમાં બનાસકાંઠાના થરાદમાં સૌથી વધુ 86.91 ટકા મતદાન થયું છે. જ્યારે ગાંધીધામમાં સૌથી ઓછું 47.86 ટકા મતદાન થયું છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર


