
ભાવિક શાહ (સુરત બ્યુરો )


હોલી ધુળેટી તહેવાર નિમિત્તે સુરત જિલ્લામાં નાઈટ કોમ્બિંગ નું આયોજન કરાયું : હિતેશ જોયસર
સુરત જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં હોટલ ગેસ્ટ હાઉસ તેમજ દારૂ જુગારના સાથે હિસ્ટ્રી ચીટર તેમજ વાહન ચેકિંગ હાથ ધર્યું હતું પોલીસને સફળતા પણ પ્રાપ્ત થઈ
હોળી ધુળેટી તહેવાર નિમિત્તે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય બુધવારે કાયદો વ્યવસ્થા બાબતે મોડી સાંજે વિડીયો કોન્ફરન્સ યોજી હતી જેના ભાગરૂપે સુરત જિલ્લા ના એસપી હિતેશ જોયસર એ સમગ્ર જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારી દ્વારા નાઈટ કોમ્બિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેની અંદર વિદેશી અને દેશી દારૂ તેમજ વાહન ચેકિંગ હિસ્ટ્રી ચીટર ચેકિંગ કરવામાં આવ્યું હતું મોડી રાત સુધી ચાલેલા કાર્યવાહીમાં પોલીસને ઘણી સફળતા પણ પ્રાપ્ત થઈ હતી
ગુજરાત રાજ્યના હોળી અને ધુળેટી તહેવાર નિમિત્તે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને તે હેતુથી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા બુધવારે મોડી સાંજે વિડીયો કોન્ફરન્સ થી કમિશનર તેમજ રેન્જ આઇ.જી અને જિલ્લા પોલીસ વડા સાથે વાર્તાલાપ કર્યો હતો એક તરફ પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે જેને લઈને રાજ્યમાં કાયદા વ્યવસ્થા નહિ બગડે તેની વિશેષ તકેદારી રાખવામાં આવી છે એ હેતુથી તમામ અધિકારીઓને તમામ જિલ્લાના પોલીસ વડા કોમ્બિંગ નાઈટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે દક્ષિણ ગુજરાતના રેન્જ આઇ.જી પ્રેમવીર સિંહ તાબા હેઠળ આવતા સુરત નવસારી વલસાડ ડાંગ તાપી જિલ્લામાં ચેકિંગ કરવાનો આદેશ આપ્યો હતો જેના ભાગરૂપે સુરત જિલ્લાના એસપી હિતેશ જોય સર એ તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓને નાઈટ કોમ્બિંગ નું આદેશ આપ્યા બાદ જિલ્લામાં આવેલી તમામ હોટલો ગેસ્ટ હાઉસ તેમજ હિસ્ટ્રી ચીટર અને દારૂ જુગારના સાથે વાહન ચેકિંગનો ચેક કરવામાં આવ્યા હતા. મોડી રાત સુધી ચાલેલી કાર્યવાહીમાં પોલીસને ઘણી સફળતા પણ પ્રાપ્ત થઈ છે આ સંદર્ભે હજુ સત્તાવાર માહિતી બપોર પછી આવે એવી સંભાવના છે
