Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વીજ પુરવઠો ખોરવાયો,ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનના યુનિટ ટ્રીપ થવાના કારણે વીજ ઉત્પાદન ઘટ્યું હોવાના અહેવાલ….

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વીજ પુરવઠો ખોરવાયો,ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનના યુનિટ ટ્રીપ થવાના કારણે વીજ ઉત્પાદન ઘટ્યું હોવાના અહેવાલ

400 કેવી હાઈવ વોલ્ટેજ લાઈન ટ્રીપ હોવાના કારણે મોટી ગ્રેડમાં સર્જાય ખામી સમસ્યા ની ઉકેલો માટે કામગીરી ચાલુ

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વીજળી ઠપ, 32 લાખ 37 હજાર ગ્રાહકોની વીજળી ડુલ

ઉકાઈ પાવર સ્ટેશન બેસી જતા દક્ષિણ ગુજરાતમાં 7 જિલ્લા, 45 તાલુકા, 23 શહેર અને 3461 ગામોમાં વીજળી બંધ
ઉકાઈના તમામ પાવર પ્લાન્ટ બેસી ગયા, 5 કલાક સુધી વીજળી પુનઃ સ્થાપિત નહિ થઈ શકે
ટ્રેન વ્યવહારને પણ અસર થવાની સંભાવના, ટ્રેનો પણ થંભી જશે

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વીજ કટોકટી સર્જાઈ છે. ઉકાઈ પાવર સ્ટેશન બેસી જતા 7 જિલ્લા, 45 તાલુકા, 23 શહેર, 3461 ગામોના 32 લાખ 37 હજાર લોકો વીજ વિહોણા બન્યા છે.

ગરમીના આરંભ સાથે જ દક્ષિણ ગુજરાતમાં વીજ સંકટ ઉભું થયું છે. ઉકાઈ પાવર પ્લાન્ટના તમામ યુનિટ બેસી જતા વીજળી વેરણ બની છે. જેના કારણે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા 7 જિલ્લા, 45 તાલુકા, 23 શહેર, 3461 ગામોમાં આપતો વીજ પુરવઠો થંભી ગયો છે.

ભરૂચ DGVCL ના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, ઉકાઈ પાવર પ્લાન્ટ બેસી જવાથી આખા દક્ષિણ ગુજરાતમાં વીજળી બંધ થઈ છે. ટોરેન્ટ અને અદાણીનો પાવર સપ્લાય પણ સ્થગિત થઈ ગયો છે.

પાવર રિસ્ટોર કરતા 5 કલાક ઉપરાંતનો સમય લાગી શકે છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં રહેણાંક, વાણિજ્ય અને ઉધોગો વીજ વિહોણા બની ગયા છે.

પાવર ઠપ થતા ટ્રેન વ્યવહાર પણ અટકી શકે છે. ભરૂચ રેલવે સ્ટેશનના CMI શુકલાજીએ માહિતી આપી છે કે, રેલવે પેસેન્જર ટ્રેનને કોઈ અસર નહિ થવા દે. ગુડ્ઝ ટ્રેનનું સંચાલન અટકાવવામાં આવશે.

જોકે વીજ કંપની પાવર ઠપ થવામાં ટ્રેનો કઈ રીતે દોડી શકશે તેના પર સવાલ ઉઠાવી રહ્યું છે.

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement