Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

સુરત : રેલવે અને બસ સ્ટોપ પર માદરે વતન જતા યાત્રીઓને વિશેષ સુવિધા પ્રધાન આપવામાં આવશે : અનુપમસિંહ ગેહલોત…

ભાવિક શાહ (સુરત બ્યુરો )

રેલવે અને બસ સ્ટોપ પર માદરે વતન જતા યાત્રીઓને વિશેષ સુવિધા પ્રધાન આપવામાં આવશે : અનુપમસિંહ ગેહલોત

રેલવે પોલીસ સાથે સ્થાનિક પોલીસ સંયુક્ત પેટ્રોલિંગ કરશે અને સાથે સાથે ડીસીપી એસીપી, હેડ કોટરર્સ તેમજ એસઆરપી ના જવાન પણ બંદોબસ્તમાં ફાળવવામાં આવ્યા : હેતલ પટેલ , ડીસીપી સ્પેશિયલ

આગામી હોળી ધુળેટી તહેવાર નિમિત્તે માતરે વતન તરફ જતા શ્રમિકો લઈને પશ્ચિમ રેલવે અને એસટી વિભાગે અલગ અલગ જગ્યાની વિશેષ ટ્રેન સાથે બસ ચલાવવામાં આવી રહી છે યાત્રાળુને કોઈ અસુવિધાન નહીં થાય તે માટે સુરત પોલીસ કમિશનરે રેલવે પોલીસની મદદ માટે સ્થાનિક પોલીસ સંયુક્ત પેટ્રોલિંગ કરવામાં આવશે જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને તેવી વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે માદરે વતન જતા લોકોને સુરક્ષિત રીતે પોતાના વતન જઈને તહેવાર ઉજવી શકે તે માટેની તૈયારીઓ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે.

પશ્ચિમ રેલવેના સુરત રેલ્વે સ્ટેશન પર વિકાસલક્ષી કાર્ય હાથ ધરવામાં આવ્યું છે જેને લઈને મોટાભાગની મેલ એક્સપ્રેસ ટ્રેનો ઉધના સ્ટેશનથી ઉપાડવામાં આવે છે સાથે સાથે આગામી હોળી ધુળેટી તહેવાર નિમિત્તે વેસ્ટન રેલવે દ્વારા વિશેષ ટ્રેનો દોડાવાનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે ગુજરાત એસટી બસ એ પણ અલગ અલગ વિસ્તારમાં શ્રમિક માટે અલગ અલગ જગ્યા પડતી બસ ઉપાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા હોળી ધુળેટી તહેવાર નિમિત્તે રેલવે યાત્રી અને બસમાં જતા શ્રમિક મુસાફરોને મુશ્કેલી ન પડે એ માટેની વિશેષ તકેદારી રાખવામાં આવી છે અને લોકો ભીડભડ અને ભાગદોડ ન થાય એ માટેનું આયોજન માટે રેલવે પોલીસની મદદ માટે સ્થાનિક પોલીસ પણ મદદમાં રહેશે અને ઉધના રેલવે સ્ટેશન પર વાહનો વ્યવહાર અને વધુ ભીડ ઉભી ન થઈ તે માટે વિશેષ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે જેની દેખરેખ ડી સી પી ના માર્ગદર્શક હેઠળ એસીપી અને હેડ કોટરર્સ સાથે એસઆરપી ને બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યો છે આ બાબતે સ્પેશિયલના ડીસીપી હેતલ પટેલે અટલ સવેરાને જણાવ્યું હતું કે વધુ પડતી ભીડ ને લઈને અગાઉ થયેલી ઘટનાને ધ્યાનમાં રાખીને વિશેષ પોલીસ બંદોબસ્ત સ્થાનિક પોલીસને સાથે ફાળવવામાં આવ્યો છે જેથી કરીને રેલ્વે પોલીસને પણ મદદરૂપ થઈ શકે અને શ્રમિક તેમજ રેલ્વે યાત્રીઓને પણ તેમની મુસાફરીમાં અ સુવિધા નહીં થઈ એની વિશેષ કાળજી રાખવામાં આવી છે જેથી કરીને તેમના માદરે વતન જતા લોકોને સુરક્ષિત જઈ શકે સાથે સાથે આ ભીડનો લાભ અસામાજિક તત્વો પીકટર અને ચોર ઉઠાવવાની એના માટે પણ વિશેષ તકેદારી રાખવામાં આવી છે

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement