
સુરત જીલ્લાના બારડોલી તાલુકાના ભામૈયા ગામ ના તાપી નદી નજીક પાણીની પાઈપ લાઈન માં દિપડાનો મૃતદેહ મળ્યો


સુરત જીલ્લાના બારડોલી તાલુકાના ભામૈયા ગામના 19 ગાળા પાસે દિનેશભાઈ પટેલ નું ખેતર આવેલ છે ભામૈયા ગામના અજય હળપતિ મજુરીકામે જતા પાણીની બંધ પાઈપલાઈન માં એક પાંચ થી છ વર્ષ નો નર દિપડો જોવા મળ્યો હતો અજયે ફેન્ડસ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટ મસાદ ગામના સભ્ય મુકેશ રમણભાઈ રાઠોડ ને જાણ કરતા મુકેશભાઈ એ ઘટના સ્થળે જઈ તપાસ કરતા દીપડો મૃત હાલત માં જોવા મળ્યો હતો ત્યાર બાદ મુકેશભાઈ એ તેન સામાજિક વનીકરણ રેંજ ના ફોરેસ્ટ વિજયભાઈ ને જાણ કરતા તેન સામાજિક વનીકરણ રેંજ ના આર.એફ.ઓ સુધાબેન ચૌધરી સ્ટાફ ભામૈયા ગામે જઈ મૃત દિપડાને ગામ વાળાની મદદથી બહાર કાઢી દિપડાનો મૃતદેહ નો કબજો લઈ તેન વનવિભાગ ની ઓફિસે લઈ જવામાં આવ્યો હતો ઉપલા અધિકારીના માર્ગદર્શન મુજબ મૃત દિપડાનું પેનલ પી.એમ કરવામાં આવશે ત્યારબાદ દિપડાના મૃતદેહ ને અગ્નિ સંસ્કાર આપવામાં આવશે…
ફેન્ડસ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટ ટીમ ના સભ્ય મુકેશ હળપતિ એ ટીમના પ્રમુખ જતીન રાઠોડ ને વિડીયો અને ફોટા મોકલતા જતીન રાઠોડે ફોટા જોતા મૃત દિપડાના ગળાના ભાગે બીજા દિપડાના કેનાઈન ના નિશાન જોવા મળ્યાં હતા એના પરથી પ્રાથમિક અનુમાન મુજબ જણાવ્યું કે બે નર દિપડા પોતાની ટેરેટરી માટે ઈનફાઈટ કરી હતી એમા મૃત દિપડાના ગળાના ભાગે બીજા દિપડાના દાંત લાગવાથી મૃત દિપડાની વિન્ડપાઈપ ફાટી જતા દિપડાને શ્વાસ લેવામાં તકલીફ થતા દિપડાનું મૃત્યું થયું હતું
