
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તા.૭-૩-૨૦૨૫ના રોજ નીલગીરી સર્કલ, લિંબાયત, સુરત ખાતે કાર્યક્રમમાં આવનાર હોય જે અંગે આયોજનના ભાગરૂપે એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું


સુરત જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખશ્રી ભરતભાઈ રાઠોડની અધ્યક્ષતામાં શ્રી કમલમૂ, ભાજપા મધ્યસ્થ કાર્યાલય, બારડોલી ખાતે રાખવામાં આવી હતી. જેમાં પ્રધાન મંત્રી નરેન્દ્ર ભાઈ મોદીજીના કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગોચિત માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં 23– બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવા, 169– બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર,સુરત
જિલ્લા સંગઠન પ્રમુખ ભરત ભાઈ રાઠોડ, જિલ્લા મહામંત્રી જીગર ભાઈ નાયક,રાજેશ ભાઈ પટેલ,કિશનભાઇ પટેલ,તથા જિલ્લાના તમામ મંડળના તાલુકા સંગઠનના પ્રમુખ, મહામંત્રી,હોદેદારો,પદાધિકારીઓ,
કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં.આ સાથે સૂરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજ રોજ બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવાજી,અને બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારજીના જન્મદિવસ નિમિતે કેક કાપીને શુભેરછાઓ આપવામાં આવી હતી.
