
શ્રી સુરત- વલસાડ જિલ્લા રોહિત કેળવણી મંડળ સંચાલિત શ્રી યુ.કે.આર.કે.સેવા સમાજ સાર્વજનિક માધ્યમિક શાળા તથા શ્રી ડી. આર. ચૌહાણ ઉચ્ચતર માધ્યમિક શાળા તેન બારડોલી માં વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ તથા ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો હતો.


જેમાં સમારંભના અતિથિ બાબુભાઈ પટેલ USA દ્વારા વિદ્યાર્થીઓને ઇનામ આપી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ માં સારા ગુણ મેળવી શાળાનું નામ રોશન કરવા અને ઉજવળ ભવિષ્ય માટે શુભેચ્છા આપી હતી.. કાર્યક્રમના ઉદઘાટક જયાબેન બાબુભાઈ પટેલ. તાજપોર કોલેજના આચાર્ય લતેશભાઈ ચૌધરી, માજી, ધારા સભ્ય પ્રવીણભાઈ રાઠોડ, મહેન્દ્રકુમાર ફકીરચંદ શાહ. ચેતનભાઈ ઈશ્વરલાલ દેસાઈ , સરભોણ વિભાગ ગાયત્રી પરીવાર ના સભ્ય વિજયભાઈ પંચાલ આ તમામા મહાનુભાવોએ કાર્યક્રમની શોભા વધારી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સંસ્થાના પ્રમુખ રાજેન્દ્રભાઈ એમ. સોલંકી એ આવકાર પ્રવચન આપી મહેમાનોને આવકાર્ય તથા બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. મંત્રી હેમંતભાઈ ચૌહાણ, સંસ્થાના ઉપ પ્રમુખ હિરેનભાઈ સી.રોહિત, તથા સંસ્થાના અન્ય ટ્રસ્ટીઓ હાજર રહી કાર્યક્રમમાં શોભા વધારી હતી.
અત્રે ઉલલેખનીય છે કે આ સ્કૂલ માટે સરભોણ વિભાગ ગાયત્રી પરિવારના સંચાલક અને સામાજીક કાર્યકર્તા સેવાભાવી એવા વિજયભાઈ પંચાલ દ્વારા N R I દાન દાતા ના સહયોગનો મુખ્ય સિંહ ફાળો રહ્યો છે. એમના દ્વારા જિલ્લાની મોટભાગની શાળાઓ તેમજ આશ્રમ શાળાઓ માં ખબમોટુ યોગ દાન રહ્યું છે.જે આ વિભાગ માટે ગૌરવ ની વાત છે.
