Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

નશામુક્તિના કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રીએ નેહરુ અને ગાંધીનું ઉદાહરણ આપી ચેતવ્યા – News18 ગુજરાતી

ભરતપુર:  પંડિત જવાહર લાલ નેહરુ અને મહાત્મા ગાંધીને લઈને કેન્દ્રીય મંત્રીનું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે દાવો કર્યો છે કે, નેહરુ નશો કરતા હતા. રાજસ્થાનના ભરતપુરમાં આયોજીત નશા મુક્તિ જાગરણ અભિયાન કાર્યક્રમને સંબોધન કરતા કેન્દ્રીય આવાસ અને શહેરી કાર્ય રાજ્યમંત્રી કૌશલ કિશોરે કહ્યુ કે, દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરુ નશો કરતા હતા. એટલું જ નહીં તેમણે તો મહાત્મા ગાંધીજીના દીકરાને લઈને પણ આવો દાવો કર્યો હતો. ન્યૂઝ એજન્સી એએનઆઈને તેનો વીડિયો જાહેર કર્યો છે.

વાયરલ વીડિયોમાં કેન્દ્રીય આવાસ અને શહેરી કાર્ય રાજ્યમંત્રી કૌશલ કિશોર કહે છે કે, જવાહર લાલ નહેરુજી નશો કરતા હતા, સિગરેટ પીતા હતા અને મહાત્મા ગાંધીનો એક દીકરો નશો કરતો હતો. જો આપ વાંચશો તો ખબર પડશે. આવી રીતે નશાની દુનિયાએ સમગ્રપણે આપણા દેશ પર કબ્જો કરી લીધો. અમારી અપીલ છે કે, નશાને લઈને થનારા દરેક નુકસાનને લઈને લોકોમાં જેટલો ડર ઊભો થશે, જે રીતે ઝેરની દુકાન હોતી નથી, તેવી જ રીતે નશાની પણ દુકાન બંધ થવી જોઈએ.

હકીકતમાં કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોર મોટા ભાગે નશા વિરુદ્ધ અવાજ ઉઠાવતા રહ્યા છે. તેમના ટ્વિટર હૈંડલ પર નજર કરશો, તો ખબર પડશે કે, તેઓ હંમેશા લોકોને નશા વિરુદ્ધ જાગૃક કરતા રહે છે. હાલમાં દિવસોમાં કૌશલ કિશરે ટ્વિટર કરીને લોકોને નશો છોડવાની અપીલ કરી હતી. કૌશલ કિશોરે ટ્વિટ કર્યું હતું કે, હું ખુદ સાંસદ છું, મારી પત્ની ધારાસભ્ય હોવા છતાં પણ મારા દીકરાની જિંદગી નશાથી બચાવી શક્યા નહીં, પણ હું ઈચ્છુ છું કે, હવે કોઈ પણ મા અને પિતા પોતાના બાળકોને નશાના કારણે ખોવે નહીં. નશાના કારણે કેટલીય મહિલા વિધવા ન થાય, કોઈ બાળક નશાના કારણે પિતા વગરના ન થાય.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement