
- ભાવિક શાહ (સુરત બ્યુરો )
પશ્ચિમ રેલવે ના સુરત સ્ટેશન પર કાયાપલટ લઈને 11 દિવસમાં વેસ્ટર્ન રેલવેની વિવિઘ 25 ટ્રેનોમાં ચેઈન પુલિંગ રેલ યાત્રી ધ્વરા કરાઈ ….?


પશ્ચિમ રેલવે સુરત રેલવે સ્ટેશન પર કાયાપલટ લઈને કાર્ય કારણે ઉધના રેલવે સ્ટેશન પર સ્ટોપેજ શરૂ કરાતા રેલવે યાત્રી ઓ અમદાવાદ તરફથી આવતી ટ્રેનોમાં ચેઈન પુલિંગના બનાવ વધ્યા, સાથે સાથે સ્થનિક રેલવે પોલીસ અને RPF એલર્ટ બની……
પશ્ચિમ રેલવે ના મુંબઈ ડિવઝન માં સુરત રેલ્વે સ્ટેશન પર કાયાપલટ ના MMTH કામ શરૂ થવાને કારણે પ્લેટફોર્મ 2-3 બંધ કરવામાં આવ્યા છે.જેના કારણે ઉધના સ્ટેશન પર લગભગ 201 મેલ-એક્સપ્રેસ ટ્રેનો સ્ટોપેજ ધરાવે છે. આનાથી રેલ યાત્રીઓ પરેશાન થઈ રહ્યા છે. કેટલાક રેલવે મુસાફરો સુરત રેલવે સ્ટેશન પર ઉતરવા માટે ચેઇન ખેંચી રહ્યા છે. વેસ્ટર્ન રેલવે ની ટ્રેન સુરત સ્ટેશન નજીક હોમ સિગ્નલ પાસે પહોંચી ત્યારે ચેઇન પુલિંગ કરીને ટ્રેનને રોકવાનો પ્રયાસ રેલ યાત્રી ધ્વરા કરવામાં આવી રહયો છે ચાલુ માસમાં 8 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી દરમિયાન સુરત સ્ટેશન હોમ સિગ્નલ ની બહારની બાજુએ 25 ટ્રેનોમાં રેલ યાત્રી ધ્વરા ચેઈન પુલિંગ કરવમાં આવ્યું હતું .મોટા ભાગે વેસ્ટર્ન રેલવે ની અમદાવાદ તરફથી આવતી ટ્રેનોમાં સૌથી વધારે ચેઇન પુલિંગ થયું છે. આ સાથે જ મુંબઈથી આવતી ટ્રેનોનું પણ ચેઇન પુલિંગ થયું છે.
સુરત રેલવ સ્ટેશન પર કાયાપલટ કાર્ય શરૂ થયા બાદ ઉધના સ્ટેશન પર સ્ટોપેજ આપ્યા બાદ ચેઈન પુલિંગમાં વધારો થયા મુંબઈ ડિવિઝન અધીકારી ઓ દોડતા થઇ ગયા હતા ખાસ કરીને સુરત રેલવે સ્ટેશન પર 8 જાન્યુઆરીથી સુરત રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ 2 અને 3 પર બાંધકામ શરૂ થયા બાદ લગભગ 201 મેલ એક્સપ્રેસ ટ્રેનો ઉધના સ્ટેશન પર રોકાઈ રહી છે. આ કામ આગામી 60 દિવસ સુધી ચાલુ રહેશે, જેના કારણે રેલવે યાત્રી ઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમય દરમિયાન, સુરતના રેલ યાત્રીઓને માટે બીજી એક સમસ્યા ઉભી રહી છે , જેમાં ચેઈન પુલિંગના સ્વરૂપમાં સામે આવી હતી
જ્યારે આ ટ્રેનોમાં યાત્રી કરતા મુસાફર કેટલાક મુસાફરો સુરત રેલવે સ્ટેશન નજીક પહોંચે છે, ત્યારે તેઓ ટ્રેનોમાં ચેઈન પુલિંગ કરીને ટ્રેનને રોકવાનો પ્રયાસ કરે છે. તેઓ પ્રયાસ કરે છે કે જેથી યાત્રી સુરત સ્ટેશન પર ઉતરી શકે. 8 જાન્યુઆરીથી આવી નાની દેખાતી ઘટનાઓમાં વધારો થયો છે….? રેલવેના સુરત અને ઉંઘના રેલવે સ્ટેશન પર બે ડઝનથી વધુ કિસ્સાઓમાં ચેઇન પુલિંગની સામે ઘટનાઓ બની છે. આ કારણે સુરતના બહારના વિસ્તારોમાં ટ્રેનોને રોકવામાં આવી રહી છે. અમદાવાદ થી સુરત આવતી ટ્રેનોમાં વધુ ચેઈન પુલિંગ કરવામાં આવ્યું છે. આ સાથે મુંબઈ તરફથી આવતી ટ્રેનોમાં પણ ચેઇન પુલિંગ થયું છે.
સુરત અને ઉંઘના રેલવે સ્ટેશન પાસે ચેઈન પુલિંગની ઘટના બનતા સ્થાનિક પોલીસ અને RPF એલર્ટ થઈ જાય છે ….?
વેસ્ટર્ન રેલ્વે ના વહીવટીતંત્રે તેને ગંભીર સલામતી વિશે જોખમ ગણાવ્યું છે કારણ કે ચેઇન પુલિંગ અચાનક ટ્રેનની ગતિ બંધ કરી શકે છે, જેનાથી અકસ્માતોનું જોખમ વધી શકે છે. આવી ઘટનાઓને રોકવા માટે બરોડા ડિવિઝન ના રેલવે ગર્વમેન્ટ પોલીસ ( જી આર પી )એસ પી સરોજ કુમારી એ ધ્યાન પર આવત તેને પોતાના સ્થાનિક પોલીસ સાથે રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ કડક કાર્યવાહી શરૂ કરવાનો આદેશ આપ્યો હતો આ બાબતે સુરત રેલવે પીઆઈ વ્યાસએ જણાવ્યું હતું કે તેઓ સુરતના બાહ્ય ટ્રેક પર ચેઇન ખેંચતા મુસાફરોને પકડીને અટકાયતમાં લઈ રહ્યા છે અને તેમના પર રેલવેનો દંડ પણ વસૂલ કરી રહ્યા છે. જે ટ્રેનો હવે ઉધના ખાતે ઉભી રહી છે, તે રેલ યાત્રીઓને ટ્રેનમાં ચેઇન ન ખેંચવા અપીલ કરવામાં આવી રહી છે….
વેસ્ટર્ન રેલવેની ટ્રેનમાં આમ માત્ર રેલવે ના કોઈ કાયદાનું ઉલ્લંઘન નથ….? પરંતુ રેલવે મુસાફરો અને અન્ય લોકોની સલામતી માટે પણ ખતરો છે.તેમાટે રેલવે પ્રશાસને ખાસ ધ્યાન દોર્યું છે કે, મુસાફરો ઉધના સ્ટેશન પર ઉતરીને સુરત સુધી ટ્રેનમાં જ મુસાફરી પૂર્ણ કરે. સુરત રેલ્વે પ્રશાસને આ સંદર્ભમાં મુસાફરોને સહયોગ આપવા અપીલ કરી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને મુસાફરો કોઈપણ મુશ્કેલી વિના મુસાફરી કરો. તમે કોઈપણ સમસ્યા વિના તમારી યાત્રા પૂર્ણ કરી શકો છો.
વેસ્ટર્ન રેલવેના મુંબઈ ડિવિઝનમાં સુરત રેલવે સ્ટેશન અને ઉધના રેલ્વે સ્ટેશન ની વચ્ચે સાત કિલોમીટર જેટલું અંતર છે. અને ઉધના રેલવે સ્ટેશન પર તાપ્તી વેલી નું જનશન હોય છે સુરત નજીક ઉધના રેલવે સ્ટેશન પર ટ્રેનના સ્ટોપેજ બાદ સ્થનિક રિક્ષાના ભાડામાં પણ વધારો થઈ ગયો છે. આ સાથે જ સુરત શહેરની પૂરતી ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા ન હોવાની પણ રજૂઆતો રેલ યાત્રી ધ્વરા થઈ ચૂકી છે. મુંબઈ ડિવિઝન ના સુરત રેલવે સ્ટેશન તરફનારેલ યાત્રીઓને વધુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી બાજુ મુંબઈ ડિવિઝનના ઉધના રેલ્વે સ્ટેશન પર સ્ટોપેજ આપ્યા બાદ અ સુવિધાઓ ના પગલે રેલ યાત્રીઓને પરેશાનીનો સામનો કરી રહ્યા છે.
સુરત અને ઉંઘના વચ્ચે છેલ્લા 11 દિવસમાં આ ટ્રેનોમાં ચેઈન પુલિંગ થયું તેના રેલવે આંકડા ની મુજબ
તારીખ ટ્રેનોની સંખ્યા
8 જાન્યુઆરી: 3
10 જાન્યુઆરી: 4
11 જાન્યુઆરી: 2
12 જાન્યુઆરી: 1
13 જાન્યુઆરી: 3
14 જાન્યુઆરી: 2
16 જાન્યુઆરી: 3
20 જાન્યુઆરી: 3
21 જાન્યુઆરી: 2
22 જાન્યુઆરી: 1
23 જાન્યુઆરી: 1
