
શ્રી મોતા કેળવણી મંડળ સંચાલિત ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ મોતામાં 76 મા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહ અને ઉમંગથી ઉજવણી કરવામાં આવી હતી.


અતિથિ વિશેષ તરીકે શ્રી ચીમનભાઈ લલ્લુભાઈ પટેલ શ્રી રમણભાઈ પઢીયાર , શ્રીમતી જ્યોત્સનાબેન પટેલ ,શ્રી ભુલાભાઈ એન પટેલ અને શાળાના કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આચાર્યશ્રી દીપિકાબેન પટેલ અને અતિથિ વિશેષ શ્રી ચીમનભાઈ લલ્લુભાઈ પટેલે ધ્વજવંદન અને સલામી ના કાર્યક્રમ દ્વારા દેશભક્તિ વ્યક્ત કરી હતી. શાળામાં ભારતના *”વિકાસ અને વિરાસતને*” ધ્યાનમાં રાખી જુદા જુદા હાઉસ ના વિદ્યાર્થીઓએ વિભિન્ન પ્રકારની અસરકારક અને આકર્ષક કૃતિઓ રજૂ કરી હતી . જેમાં ભારતના અગ્રણી ઉદ્યોગપતિઓ શ્રી રતન ટાટા , શ્રી ધીરુભાઈ અંબાણી , શ્રી અઝીઝ પ્રેમજી અને પ્રયાગરાજ ખાતેના મહા કુંભના મેળાની વિશિષ્ટ અને અનેરી કૃતિઓ સાથે *”સર્વ ધર્મ સમભાવ અને * અનેકતામાં જ એકતા* ના શુભ સંદેશ સાથે સર્વ મહાનુભાવો અને વાલીગણનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.ભારતના સૈન્ય દળ હવાઈ દળ અને નૌકાદળ ની પ્રસ્તુત કરતી સુંદર પરેડ વિદ્યાર્થીઓએ રજૂ કરી હતી *અનેકતામાં એકતા *ને કેન્દ્રમાં રાખી શાળાના સિનિયર કેજી થી ધોરણ ચારના બાળકોએ દેશભક્તિના રંગે રંગાયેલા વિવિધ અને સુંદર ડાન્સ રજૂ કર્યા હતા. આચાર્યશ્રી દીપિકાબેન પટેલે શાળાના ટ્યૂબેટિક મેથ્સમાં અગ્રેસર રહેલા તમામ વિદ્યાર્થીઓને અને ખેલકૂદ ક્ષેત્રે કૌશલ્ય દેખાડનાર શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને વિશિષ્ટ પ્રસ્તુતિ અને અનોખી રીતે એવોર્ડ આપી નવાજ્યા હતા.
શાળાના આચાર્યશ્રી દીપિકાબેન પટેલે સ્વતંત્રતા પ્રત્યે માન અને મોભાની લાગણી સાથે સર્વ કૃતિઓની યાદગાર માહિતી વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી હતી અને દેશ પ્રત્યેની પોતાની ફરજો અંગે વિદ્યાર્થીઓને સભાન કર્યા હતા. શાળાના શ્રેષ્ઠતમ પ્રદર્શનથી પ્રોત્સાહિત થઈ વિદેશથી આવેલા મહેમાનોએ દાનની સરવાણી વહાવી હતી. મંચસ્થ મહાનુભાવો એ આચાર્યશ્રી અને શિક્ષકો તથા વિદ્યાર્થીઓની કામગીરીને બિરદાવી હતી શાળાના પ્રમુખશ્રી નવીનભાઈ પટેલ મંત્રી શ્રી રમેશભાઈ પટેલ અને કારોબારી સભ્યોએ આચાર્યશ્રી અને શિક્ષકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ખરેખર, આજના દિવસે શાળાનો સમગ્ર માહોલ દેશભક્તિના રંગે રંગાયો હતો.
