
76 માં પ્રજાસત્તાક દિન પર્વ ના અવસરે માંડવી તાલુકાના મુંજલાવ ખાતે પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યુ.


રાજ્યમાં શૈક્ષણિક સ્તર ઊંચું આવે અને વિદ્યાર્થીઓ ને સારી સુવિધાઓ મળે તે માટેગુજરાત સરકાર શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્રારા સમગ્ર રાજ્યમાં શાળાનું નવિનીકરણ કરવમાં આવી રહ્યું છે.જે અંતર્ગત આજરોજ 76માં પ્રજાસત્તાક પર્વ અવસરે માંડવી તાલુકાના મુંજલાવ ખાતે ગામનાં સામાજિક આગેવાન સંદીપભાઈ શર્મા ના હસ્તે પ્રાથમિક શાળા નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગામનાં પ્રથમ નાગરિક સરપંચ રમેશભાઈ, ગામના આગેવાન હનીભાઇ કુવડિયા, હારુન ભાઇ, તલાટી નિર્મલાબેન ,આચાર્ય દક્ષાબેન ,ગ્રામજનો, વાલીગણ ,તેમજ મોટી સંખ્યામા વિધાર્થીઓ હાજર રહ્યાં હતાં.
