
બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટીમ A ચેમ્પિયન બની


બારડોલી: બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન નાનીભટલાવ ગામે કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં કુલ ચાર ટીમોએ ભાગ લીધો હતો. રોમાંચક મુકાબલાઓ બાદ ટીમ A ચેમ્પિયન તરીકે ઉભરી આવી હતી અને ટીમ P રનર્સઅપ રહી હતી.
આ ટુર્નામેન્ટમાં મુખ્ય સ્પોન્સર તરીકે તાપી ફાઈનાન્સ વ્યારાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. વિજેતા અને રનર્સઅપ ટીમોને નીતિન પરમાર અને અંકિત ચૌધરી દ્વારા ટ્રોફી અને પોત્સાહન ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ ટુર્નામેન્ટનું આયોજન શિક્ષકોમાં રમતગમત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના હેતુથી કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને શિક્ષક સંઘ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
