
વિશાલ ચૌહાણ (રિપોર્ટર ગીર સોમનાથ)


ગીર સોમનાથ જિલ્લા આયુર્વેદ શાખા દ્વારા જિલ્લા કક્ષા નો આયુષ મેળો ગીર ગઢડા ખાતે યોજાયો
ગીર ગઢડા ખાતે જિલ્લા કક્ષા નો આયુષ મેળો યોજાયો
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ આયુષ કચેરી ગાંધીનગર હેઠળ ગીર સોમનાથ જિલ્લા આયુર્વેદ શાખા દ્વારા જિલ્લા કક્ષા નો આયુષ મેળો ગીર ગઢડા ખાતે યોજાયો.
આપણી પ્રાચીન પરંપરા મુજબ લોકો આયુર્વેદ તરફ વધારે માં વધારે જોડાય તેમજ આયુર્વેદ ની વિવિધ પધ્ધતિઓ નો ઉપયોગ અને તેના ફાયદાઓ ની વિસ્તૃત વર્ણન સાથે પ્રદર્શન થી લોકો ને માહિતી સભર કરવાના હેતુ સાથે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મેળામાં આરોગ્ય લક્ષી વિવિધ પધ્ધતિ ના પ્રદર્શન સ્ટોલ ગોઠવી આયુર્વેદ તજજ્ઞો દ્વારા લોકો ને વિસ્તૃત માફિતી પૂરી પાડવામાં આવી હતી.
આ કાર્યક્રમ મા જિલ્લા પંચાયત ના પ્રમુખ મંજુલાબેન મૂછાળ, ગીરગઢડા તાલુકા પંચાયત ના પ્રમુખ ભગવતીબેન સાંખટ, જી. પ. કારોબારી ચેરમેન ડાયાભાઈ જાલોન્દ્રા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રતિનિધિ ભીખાલાલ કિડેચા.આરોગ્ય સમિતિ ચેરમેન પ્રતિનિધિ નરેશભાઈ ત્રપસિયા, તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેશભાઈ રાખોલિયા, જિલ્લા અ.જા મોરચાના પ્રમુખ પ્રવીણભાઈ સાંખટ, જી. પ. સદસ્ય ના પ્રતિનિધિ દકુભાઇ દોમડીયા, જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.વિજય ગોહિલ, મેડિકલ ઓફિસર ડો. રાકેશ શાહ, ડો. સુરેશ રૂપાપરા, ડો, ઋષિતા રાઠોડ, તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ બાહેનો એ હાજર રહી આ મેળાનો લાભ લીધો હતો.
રિપોર્ટર. વિશાલ ચૌહાણ ગીર સોમનાથ
