Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

સુરત :આજે શુક્રવારના રોજ પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને છેલ્લી પાંચ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા અમિત ચાવડા સુરતની મુલાકાતે આવ્યા છે. તેમણે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકની અડાજણ સ્થિત ઓફિસની શુભેચ્છા મુલાકાત કરી હતી.

આજે શુક્રવારના રોજ પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને છેલ્લી પાંચ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા અમિત ચાવડા સુરતની મુલાકાતે આવ્યા છે. તેમણે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકની અડાજણ સ્થિત ઓફિસની શુભેચ્છા મુલાકાત કરી હતી.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી એક વિઝન સાથે દેશમાં આગળ આવી રહ્યા છે. સામાજિક જાગૃતિ માટે તેઓ દેશમાં જાગૃતિ લાવવા માંગે છે. આગામી તા.૧૨/૦૧/૨૦૨૫ ના રોજ, વેસુ-મગદલ્લા રોડ સ્થિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં સામાજિક જાગૃતતા અને સામાજિક ન્યાય સમાનતા માટે કાર્યરત અને સક્રિય કાર્યકર્તાઓ સાથે પરિસંવાદ યોજાનાર છે. જેના અનુસંધાનમાં પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકની અડાજણ સ્થિત ઓફિસે શુભેચ્છા મુલાકાત માટે પહોંચ્યા હતા. તેમણે સામાજિક અને સહકારી આગેવાનો, વકીલો સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સુરત જિલ્લાના ઓલપાડ, ચોર્યાસી, મહુવા, માંગરોળ, કામરેજ તેમજ સુરત શહેર સહિતના અલગ-અલગ વિસ્તારના તમામ આગેવાનોએ પોતપોતાના વિસ્તારની રજૂઆતો અને ફરિયાદો અમિત ચાવડાને કરી હતી. અમિત ચાવડાએ જણાવ્યું કે, અન્ય સમાજની સરખામણીમાં ઓબીસી સમાજને અન્યાય થઈ રહ્યો છે. ઓબીસી સમાજને અન્યાય થઈ રહ્યો છે, એક પણ લાભ આજદીન સુધી આ સરકારના રાજમાં થયો નથી ત્યારે સુરત ખાતે ૧૫૦૦ થી ૨૦૦૦ લોકો ઉપસ્થિત રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે અમિત ચાવડા, હરી દેસાઈ ઉપરાંત બે વક્તાઓ ખાસ ઉપસ્થિત રહેશે.

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement