
ભાવિક શાહ (સુરત બ્યુરો )
ઓએનજીસી કોલોનીના સિક્યુરિટીની હત્યા પ્રકરણ માં રેલવે સ્ટેશન પાસે બ્રિજ નીચે થી બાઈક મળ્યું પણ ચોરીનું નીકળ્યું ….?
મોટરસાયકલ ની ચોરી કરીને હત્યા ઓ અંજામ આપિયો હોવાના લઈને ગુનેગાર રીઢા હોવાનું પોલીસ માની રહી છે….?
સુરતના હઝીરા ભાટપોર ગામમાં નાણાવટી વર્કશોપ પાછળ સિક્યુરિટી ગાર્ડની હત્યા ઘટના સામે આવી છે. મરણ નાર રોહિતભાઈ ગીરી ઓએનજીસી કોલોનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા હતા.પરંતુ આ પ્રકારણમાં ઇચ્છાપોર પોલીસને હત્યારા બાબતે કોઈ કડી મળી ન હોવાનું જણાવ્યું હતું હત્યારા મોટરસાયકલ પર આવેલા હત્યારા મોટરસાયકલ પણ ચોરી કરી હતી અને દિલ્હીગેટ પાસે મળી આવ્યું હતું હત્યારા ત્રણ જાણ હોવાનું પોલીસ એ જણાવ્યું હતું
બનાવ બાબતએ સવારે લગભગ 4 વાગ્યાની આસપાસ મૃતક રોહિતભાઈ (ઉં.વ. 27) તેમની નોકરી પૂર્ણ કરી બાઈક પર ઘર તરફ જઈ રહ્યા હતા. આ સમયે તેઓ પર આકસ્મિક રીતે ત્રણ શંકાસ્પદ વ્યક્તિએ હુમલો કર્યો હતો. હુમલામાં ચપ્પુથી ગળા અને પેટના ભાગે ઘાતક ઘા મારવામાં આવતા તેઓનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતુ.આ આ બનાવ બાબતે ઇચ્છાપોર પોલીસે હત્યા નો ગુનો નોંધી વધુ તપાસ આદરી છે આ હત્યાના કારણ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. પોલીસે જાણકારી મેળવવા માટે તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ થતાં જ ઇચ્છાપોર પોલીસ સ્ટેશનના પી.આઈ. અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વધુમાં, પોલીસ દ્વારા શંકાસ્પદ વ્યક્તિઓના હુલિયા અને બીજા મહત્ત્વના પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.ઈચ્છાપોર પીઆઇ ગોહિલ એ પોતાની ટિમ ને સીસીટીવી કેમેરા આધારે તપાસ શરૂ કરી હતી હત્યારા ત્રણ એક મોટરસાયકલ જતા દેખી રહ્યાં છે અને રેલવે સ્ટેશન તરફ જતા દેખાઈ રહ્યાં હતા મોટરસાયકલ દિલ્હીગેટ ના બ્રિજ નીચે થી મળી હતી જે પણ ચોરી કરેલી મોટરસાયક્લ હોવાનું પ્રાથમિયોક તપાસ બહાર આવ્યું હતું ઇચ્છાપોર પોલીસ સાથે ક્રાઈમ બાન્ચ ટિમ જોડાઈ ગઈ હતી ત્રણે હત્યારા રોહિતભાઈ ગીરી હત્યા કેમ કરી હતી …?તેના કોઈ સાથે આંતરિક ઝઘડો કોઈ પ્રેમ પ્રકરણ ,કે કોલોની માં ચોરી કરવા આવ્યા હશે …? મોટરસાયકલ ની ચોરી કરીને હત્યા ઓ અંજામ આપિયો હોવાના લઈને ગુનેગાર રીઢા હોવાનું પોલીસ માની રહી છે એ દિશા માં તપાસ આગળ વઘારી છે
