
સુરત જિલ્લાના બારડોલી ખાતે થયેલી લૂંટ ની ઘટનામાં ફરિયાદી જ લુંટારો નીકળ્યો હિતેશ જોયસર


પોલીસે 1.30 લાખ રોકડા, બે મોબાઈલ, એક બાઈક મળી કુલ 1.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
સુરત જિલ્લના બારડોલી ખાતે કેનાલથી અલકાર રોડ પર થયેલી લૂંટની ઘટના સુરત જિલ્લની લોકલ ક્રાઈમ બાન્ચ ને મહત્વની સફળતા મળી હતી જેમાં કલેક્શનના રૂપિયા જમા કરાવવા જતાં કર્મચારીઓ પાસેથી બે ઈસમ 2.75 લાખ રોકડા ભરેલી બેગ આંચકી ફરાર થઇ ગયા હતા. જેમાં ફરીયાદી જ આરોપી નીકળ્યો હતો અને તેણે જ આ સમગ્ર તરકટ રચ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.પોલીસે ત્રણ આરોપી જે ઝડપી પડ્યા છે તેની પાસે થી
પોલીસે 1.30 લાખ રોકડા, બે મોબાઈલ, એક બાઈક મળી કુલ 1.55 લાખનો મુદ્દામાલ જપ્ત કરેલા હતા
મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના બારડોલી ચોકલેટ કંપનીમાં કામ કરતા ત્રણ સેલ્સમેન રાત્રીના સમયે કલેક્શન થયેલા રૂપિયા પોતાના શેઠના ઘરે જમા કરાવવા જઈ રહ્યા હતા. તે દરમિયાન બારડોલીના કેનાલ – અલંકાર રોડ નહેર નજીક બે અજાણ્યા ઈસમએ લૂંટ ચલાવી હતી. જેમાં ત્રણ પૈકી પૂખરાજ ગુર્જર નામના સેલ્સમેનનો મોબાઈલ અને 2.75 લાખ રોકડા ભરેલી બેગ આંચકી ફરાર થઇ ગયા હતા. આ ઘટના ગત 19 ડિસેમ્બરના રોજ બની હતી. આ મામલે પૂખરાજ ગુર્જરએ બારડોલી રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી
આ ઘટનાનો ભેદ જિલ્લા એસ પી હિતેશ જોયસર ના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી પોલીસે ઉકેલી કાઢ્યો છે. જિલ્લા પોલીસને જાણવા મળ્યું હતું કે, લૂંટના ગુનામાં રાજસ્થાન ખાતે રહેતો રાધેશ્યામ નિંબારામ ગુજ્જર સંડોવાયેલો છે. જેથી જિલ્લા એલસીબી પોલીસ એક પી એસ આઈ ની ટીમ રાજસ્થાન તપાસમાં ગયી હતી. અને રાજેસ્થાન થી તપાસ દરમિયાન રાધેશ્યામ ગુજ્જરને ઝડપી સુરત લાવી આ મામલે તપાસ હાથ ધરી હતી.
પોલીસ ફરિયાદીની પૂછપરછ પોતાની શૌલી તપાસમાં કરતા ફરિયાદી જ આરોપી પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, ફરીયાદી પુખરાજ હર્જરામજી મૌલારામ ગુર્જર તથા તેના સગાભાઈ મહાદેવ હર્જરામજી મૌલારામ ગુર્જરએ તેના મિત્ર રાધેશ્યામ નિંબારામ ગુર્જર તથા રામદેવ નિંબારામ ગુર્જર સાથે ભેગા મળીને આ લૂંટનો અંજામ આપનો પ્લાન બનાવ્યો હતો. પ્લાન મુજબ પૂખરાજ ગુર્જર વેપારના પૈસા લઈને સાથી કર્મચારીઓ સાથે આપવા જતી વખતે રાજસ્થાન ખાતે પોતાના ભાઈ મહાદેવને લોકેશન આપતો હતો.
જેથી મહાદેવ તેના મિત્ર રાધેશ્યામ ગુર્જર તથા રામદેવ ગુર્જર સાથે સંપર્કમાં રહી લોકેશન આપતો હતો. પ્લાન મુજબ પૈસાની લૂંટ કરવા વાળી જગ્યાએ રાધેશ્યામ તથા રામદેવ ગુર્જર બાઈક લઈને અગાઉથી ઉભા હતા. પૂખરાજ ગુર્જરએ બાઈકની ડીપ્પર મારી ઈશારો કરતા રાધેશ્યામ અને રામદેવ ગુજ્જરએ તેઓની બાઈકને રોકવી હતી. લાઈટર ગન બતાવતા અગાઉથી ઘડેલા કાવતરા મુજબ પૂખરાજ ગુર્જરએ રૂપિયા ભરેલી બેગ કાઢતા રાધેશ્યામ અને રામદેવ ગુજ્જર તે બેગની લૂંટ કરીને નાસી ગયા હતા અને બાદમાં અડધા અડધા રૂપિયા ભાગ પાડી લીધા હતા.
આ ઘટનામાં જિલ્લા એલ સી બી પી આઈ રાજેશ ભટોળ એ ફરિયાદી પુખરાજ હર્જરામજી મૌલારામ ગુર્જર [ઉં.22] તેમજ લૂંટ કરનાર રાધેશ્યામ નિંબારામ ગુજ્જર [ઉં.22] લૂંટ કરનાર રામદેવ નિંબારામ ગુજ્જરને ઝડપી પાડ્યા છે. જયારે મહાદેવ હર્જરામજી ગુર્જરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસે 1.30 લાખ રોકડા, બે મોબાઈલ, એક બાઈક મળી કુલ 1.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.એક તરફ સુરત જિલ્લા એસપી હિતેશ જોયસરનું સત્તાવાર ડી આઈ જી પ્રમોશન મોડી રાતે રાજ્ય સરકારે આપ્યું હતું અને આજે સવારે બારડોલી લૂંટ ના આરોપી પકડ્યા હતા તેમને નવા વર્ષ ગિફટ મળી હતી અને સુરત જિલ્લા ની ગ્રામીણ પ્રજા પણ આનંદ લહેર જોવા મળી હતી
