
બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું હતું. જેમાં રાજપૂત સમાજ ની કુલ 32 જેટલી ટિમો એ ભાગ લીધો હતો. ગામ તળાવ ગામ નીં ટીમ ફાઇનલ વિજેતા બની હતી.


બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ અને બારડોલી વિભાગ રાજપૂત યુવા સંગઠન દ્વારા દેવનયન ડેન્ટલ કપ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ નું સફળ આયોજન કરાયું હતું. બારડોલી તાલુકા ના બમરોલી ગામે નિરુબા ફાર્મ ખાતે આયોજન કરાયું હતું. રાજપૂત સમાજ ના યુવાનો માં સંગઠન શક્તિ વધુ મજબૂત બને અને સમાજ ના યુવાનો એક મંચ ઉપર આવે એ હેતુ સાથે ટુર્નામેન્ટ નું આયોજન કરાયું હતું. જેમાં રાજપૂત સમાજ ની 32 જેટલી ટિમો એ ભાગ લીધો હતો. ફાઇનલ મેચ બોડનખરવાસા અને ગામ તળાવ ટિમ વચ્ચે રમાઈ હતી. જેમાં ગામ તળાવ ગામ ની ટિમ ફાઇનલ વિજેતા બની હતી. વિજેતા ટિમ ને બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ ના પ્રમુખ ભુપેન્દ્ર સિંહ સોલંકી ના હસ્તે ટ્રોફી અપાઈ હતી.
સમગ્ર ટુર્નામેન્ટ ને સફળ બનાવવા માટે બારડોલી રાજપૂત યુવા સંગઠન અને રમત ગમત સમિતિ ના સભ્યો એ તનતોડ મહેનત કરી સફળ બનાવી હતી. સાથે જ બમરોલી ગામે આયોજન હોય બમરોલી ગામ ના વડીલો યુવાનો નો પણ સહયોગ મળ્યો હતો.
