
સુરત જીલ્લામાં નેશનલ હાઈવે ઉપર આવેલા કામરેજ ટોલનાકા પરથી પસાર થતા સ્થાનિક નાગરીકોને(જી.જે.૦૫ અને જી.જે.૧૯)ના વાહનોને ટોલટેક્ષ માંથી મુકિત અપાવવા બાબતે રણનીતિ બનાવવા માટે આજ રોજ સુરત જિલ્લાના આંબોલી ખાતે આગેવાનો દ્વારા મિટિંગ આયોજન કરવામાં આવેલ હતું.


સુરત જીલ્લાના કામરેજ ટોલ નાકા પરથી કામરેજ, ઉમરપાડા, માંગરોલ, પલસાણા, ચોર્યાસી, બારડોલી, માંડવી અને ઓલપાડ તેમજ સુરત શહેર એને જિલ્લાના હજારો વાહનો પસાર થાય છે.
” સને 2019 નાં વર્ષમાં આગેવાનો દ્વારા સુરત કલેક્ટર શ્રીને રજુઆત કરતા કામરેજ ટોલનાકા ખાતે સુરતના વાહનોને ટોલટેક્ષ માંથી મુક્તિ આપવા માટે જાહેરાત કરવામાં આવેલ હતી.
પરંતુ ત્યાર બાદ સરકાર દ્વારા ફાસ્ટટેગ શરૂ કરતા કામરેજ ટોલનાકા ખાતે ફાસ્ટેગ મારફત સુરતના સ્થાનિક વાહનો પાસે થી ફરી ટોલટેક્ષ વસુલ કરવાનું શરૂઆત કરી દેવામાં આવૅલ હતું .કારણ કે કામરેજ ટોલનાકા ખાતે દરેક લેન ફાસ્ટેગ વારી હોવાથી ફાસ્ટેગ માંથી અટોમેટિક ટોલટેક્ષ કપાઈ જવા પામે છે.
જેથી સ્થાનિક આગેવાનો, સુરત જિલ્લાના ગામના અનેક સરપંચશ્રીઓ, ટ્રાન્સપોર્ટરો,ખેડૂત આગેવાનો ઉદ્યોગકારો સહિતના અનેક વાહનચાલકો દ્વારા આગેવાનો ને રજુઆત કરવામાં આવતા, આગેવાનો દ્વારા કામરેજ ટોલનાકા પર સુરત પાર્કિંગના તમામ (જી.જે.૦૫ અને જી.જે.૧૯) વાહનોને ટોલટેક્ષ ભરવામાંથી મુકિત આપવા માટે આવતી કાલે બપોરે 2:30 કલાકે સુરત જિલ્લા કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપી સુરત જિલ્લાના સ્થાનિક વાહનો માટે અલગ થી બે લેન શરૂ કરવા માટે રજુઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું.
આ મિટિંગમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શનભાઈ નાયક, દિનેશભાઇ સાવલિયા, યુનુષભાઇ શેખ, નવીન દલવાડી, ઈરફાન બેલીમ, હિતેશભાઇ ચૌહાન,જગદીશભાઈ પ્રજાપતિ, વિવેક પરમાર, જયેશ ઉમરેકર, જીજ્ઞેશ પરમાર, તાબેલ અલી મોમીન, પ્રતીક સિંધા, મોહમ્મદ જેપી, જુબેર આગેવાન, અકબર રાણા, સુલેમાન ડોબા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
