Breaking News
ખેડા:ગુજરાતની કાયદો વ્યવસ્થાની મંથલી કોન્ફરન્સ ખેડામાં યોજાય સુરત :પશ્ચિમ રેલવેમાં પહેલગામ આંતકવાદી હુમલાબાદ ગુજરાતમાં વિવિધ રેલવે સ્ટેશન પર હાઈ એલેટ ગાંધીનગર : ગુજરાતમાં આઇપીએસ લેવલના નિર્ણયમાં ગાંધીનગર અનિર્ણિત હોવાની છાપ ભૂંસવા દિલ્હીમાં મહત્વની બેઠક….? તાપી : બાજીપુરા :શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા શાળા ની રાજય કક્ષાએ સિદ્ધિ મેળવી. સુરત :સુરત શહેરમાં વાહન ચાલકોને સરળતા રહે ડિજિટલ પેમેન્ટ મશીનની સુવિધા ટ્રાફિક કર્મચારી અપાઈ પરંતુ ટેકનિકલ ઇસ્યુ વધુ…..? જમ્મુ :બારડોલીના ટુરિસ્ટ પ્લાનર એવા નવ યુવાને મદદે આવી વૈકલ્પિક રસ્તો શોધી આપીને તમામ યાત્રાળુઓ ને હેમખેમ જમ્મુ સ્ટેશન સુધી પહોંચાડવામાં મદદ કરી…

તાપી : સોનગઢ તાલુકામાં ત્રિવેણી સંગમ સમાન ત્રણ રોડના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા ઉખલદા, કવલા અને બેડી ગામના રોડના ખાતમુહૂર્ત રાજ્ય કક્ષાના કુંવરજી હળપતિ દ્વારા કરવામાં આવ્યા

સોનગઢ તાલુકામાં ત્રિવેણી સંગમ સમાન ત્રણ રોડના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા

ઉખલદા, કવલા અને બેડી ગામના રોડના ખાતમુહૂર્ત રાજ્ય કક્ષાના કુંવરજી હળપતિ દ્વારા કરવામાં આવ્યા

તાપી જિલ્લામાં માર્ગ અને મકાન (પંચાયત વિભાગ) હસ્તક આજરોજ રોડને લગતા વિવિધ ખાત મુહુર્ત કરવામાં આવ્યા. માન. મંત્રી કુંવરજીભાઇ હળપતિ, રાજ્ય કક્ષાના મંત્રી, આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ, ના હસ્તે સોનગઢ તાલુકામાં એક જ દિવસે ત્રણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા. જેમાં બેડી નવચૌડી ફળિયા રોડનું 2 કિ.મીના માર્ગ, કંશરીમાતા મંદિર રોડ, કાવલા ગામના પુલ પર બોક્ષ કલવર્ટનું કામ તેમજ ઉખલદા ગામના મોટી ફળિયા રોડ પર 2 કિમીના રોડનું બાંધકામ એવા ત્રણ સ્થળના નવીનીકરણ, રિસરફેસિંગ અને કન્સટ્રકશન માટે ખાતમુહુર્ત મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષપદે કરવામાં આવ્યા. આ ત્રણે કામની કુલ રકમ રુ. 249.80 લાખના ખર્ચે વહીવટી મંજૂરી આપવામાં આવી છે.

આ ખાતમુહૂર્ત નિમિતે રાજ્ય કક્ષાના મંત્રી  કુંવરજીભાઇ એ જણાવ્યું હતું કે આ ખાત મુહૂર્ત એક ત્રિવેણી સંગમ સમાન ઘટના છે. મારા સોનગઢ તાલુકાના સીધાસાધા ખેડૂત મિત્રો માટે સુરત સોનગઢ તેમજ આસપાસના વિસ્તારોમાં જવા માટે રસ્તાઓનું સમારકામ જરૂરી હતું. આપણા વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ કર્યો છે અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ સંકલ્પને આપણા દરેક જિલ્લા અને તાલુકા સુધી વિકાસના કામો થાય તે સુનિશ્ચિત કરવા કમર કસી છે. આજે આપણા અંતરિયાળ તાલુકાઓ અને ગામડાઓ સુધી દરેક જગ્યાએ રોડ નવા બની ગયા છે. આજે ગમે ગામની રોનક બદલાઈ છે.

આ ત્રણે ખાતમુહૂર્તને અંતે ઉખલદા ગામના પ્રાંગણમાં સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ સત્કાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં તાલુકા ઉપપ્રમુખ  મીનેશભાઈ, ટીડીઓ , ડી.ડી ગાવીત, સંગઠનના વિવિધ હોદ્દેદારો, વિક્રમભાઈ, અનિલભાઈ ચૌધરી, લલ્લુકાકા, જીતુભાઈ ચૌધરી, વિજયભાઈ વસાવા, શાંતિલાલ ગામિત, ઉમેશભાઈ, રોશનભાઈ, ભરતભાઈ, ગીરીશભાઈ આ ઉપરાંત ઉખલદા, વેલઝરના સરપંચ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઉખલદાના મોટી ફળિયા રોડ તેમજ બેડીના નવચૌડી ફળિયા રોડના 2 કિ.મી લંબાઇ ધરાવતા આ બંને રોડને કિસાન પથ યોજના વર્ષ 2023-24 અંતર્ગત પ્રત્યેક રોડને 64.90 લાખ લેખે વહીવટી મંજૂરી આપવામાં આવી છે.

remmy News
Author: remmy News

Leave a Comment

સૌથી વધુ વાંચ્યું

Advertisement