
ભાવિક શાહ (બ્યુરો સુરત )


ઉત્તરાયણ તહેવાર નિમિત્તે સેફટી ગાર્ડ અને સેફટી બેલ્ટ સાથે નિકળવુ ઃ ટુ વ્હીલર વાહન ચાલકોએ કોઈ પણ ભુલકાઓને આગળ નહીં બેસાડવા ઃ અનુપમસિંહ ગહેલોત
સુરતમાં પ્રથમ વખત અગમચેતી રૂપે શહેરભરમાં અધિકારીઓ અને કર્મચારીઓને ટુ વ્હીલર વાહન ચાલકો પર પગલા ભરવાનો નિર્દેશ, ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે રાજયમાં પ્રથમ વખત ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવા માટે શહેર ટ્રાફિક પોલીસ તૈયાર
સુરત શહેરમાં ટ્રાફિક સમસ્યા ઉકલેવા માટે બે આઈટી વિદ્યાર્થીએ ગુગલ જેવુ ટ્રાફિક માધ્યમ અને ભારે હોવાનો નિર્દેશ આપતુ સોશિયલ મિડીયા પર વિવિધ એપ બનાવવા માટેનો સર્વે શરૂ કરાયું ઃ અમીતાબેન વાનાણી ડીસીપી ટ્રાફિક
સુરત તા.૧૭
સુરત શહેરમાં આગામી ઉત્તરાયણ તહેવાર નિમિત્તે દર વર્ષે પતંગના દોરાથી નિર્દોષ વ્યકિતઓનો ભોગ લેવાતો હોય છે અને ખાસ કરીને નાના ભુલકાઓ પણ ભોગ બનતા હોય છે. જેને અટકાવા માટે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતએ અગમચેતી રૂપે પતંગના દોરાથી દુર્ધટના ન થાય તે માટે ટુવ્હીલર માટે ફરજીયાત સેફ્ટી ગાર્ડ લગાવવા સાથે કોઈ પણ વાહન ચાલકે આગળ નાના ભુલકાઓને ન બેસાડવાનાો અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે તેમજ ટુવ્હીલર વાહનની ગતિ મર્યાદિત કિ.મીની રાખવામાં આવી છે. આ બાબતે શહેરમાં ટ્રાફિક પોલીસે વિશેષ ઝુબેશ શરૂ કરવામાં આવી છે તેમજ શહેરમાં ટ્રાફિક સમસ્યાના ઉકેલ મેળવવા માટે પ્રથમ વખત રાજ્યમાં સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. તેમજ નવા આઈટી વિદ્યાર્થીઓ દ્વારા પ્રોજેક્ટમાં ટ્રાફિક માહિતી અને સચોટ દિશા નિર્દેશ સોશિયલ મિડીયના માધ્યમથી થાય, જેથી શહેરભરમાં જે તે વિસ્તારમાં પ્રસાર થતા વાહન ચાલકો ટ્રાફિક જામમાં ફસાઈ નહીં તે માટેનો સોફવેર તૈયાર કરવામા માટે જણાવવામાં આવ્યું હતું.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર સુરત શહેરમાં ઉત્તરાયણ તહેવાર આવતા જ વાહન ચાલકોને પંતગના દોરાથી ગળા કપાઈ જવાના કારણે ગંભીર ઈજા અથવા તો મોત થઈ જાય છે. આવી સમસ્યાને ઉકલેવા માટે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહેલોત તથા ક્રાઈમ કમિશ્નર હિતેન્દ્ર ચૌધરી અને નાયાબ પોલીસ કમિશ્નર અમિતાબેન વાનાણી અને મદદનીશ પોલીસ કમિશ્નર પરમાર, ગામિત, ટંડેલ અને શેખ સાથે પરર્મશ કરીને પતંગના દોરાથી થતી વાહન ચાલકોની ઈજા અને મોત અટકાવા માટે સુરત શહેરમાં પહેલી વખત પોલીસ કમિશનર ગહેલોતે શહેરની હીતમાં વાહન ચાલકો માટે આગામી ઉત્તરાયણ ૧૭ જાન્યુઆરી સુધી વાહન ચાલકોએ વાહનની આગળ સેફટી ગાર્ડ અને વાહન ચાલકના ગળામાં સેફટી બેલ્ટ ફરજીયાત પહેરવાના નિર્દેશ કર્યો છે. સાથે સાથે ઉત્તારયણ સુધી વાહન ચાલકોએ કોઈ પણ નાના ભુલકાઓને આગળ વાહન ચાલકની આગળ નહીં બેસાડવાનો નિર્દેશ આપ્યો છે. જેથી કરીને વાહન ચાલકોને ગંભીર ઈજા અને મોત નહીં થાય તે માટે વિશેષ પગલા ભરવાના આદેશ આપ્યો છે. શહેર પોલીસ અધિકારી અને કર્મચારીઓને આપવામાં આવ્યો છે. જેની પાછળ માનવ મૃત્યુ નહી થાય અને લોકોને એક જનજાગૃત અભિયાન ભગીરથ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
દર વર્ષે પતંગના દોરાથી ઈજા અને મૃત્યુ વધારે થતા હોય છે. જે અટકાવવા માટે પોલીસ કમિશનરે અનુપમસિંહ ગહેલોતએ શહેરીજનના હીતમાં ગંભીર પગલા લેતા અચકાયા નથી અને શહેરમાં એક તરફ રાજ્યની બ્રિજ સિટી તરીકે ઓળખાય છે. જેને લઈને મોટે ભાગે બ્રિજ અને મકાના ધાબાનું સરખુ હોય છે. જેના કારણે પતંગનો દોરો બ્રિજના પર પસરા થતા વાહન ચાલકો ભોગ બનતા હોય છે, તે માટે અત્યારથી અગમચેતી અલગ અલગ શહેરના બ્રિજ પર પોલ ટુ પોલ તાર બાધવાનું મહાનગર પાલિકા અને અધિકારીઓને જણાવ્યું છે. સાથે સાથે સુરત શહેરમાં ટ્રાફિક સમસ્યા એક જટીલ પ્રશ્ન છે. જેને હલ કરવા માટે શહેરના આઈટી પ્રોફેશન વિદ્યાર્થીઓને શહેરના ટ્રાફિક સર્વે કરી અને એવા સોફવેર બનાવવા આમંત્રણ આપ્યા છે. જેથી કરીને વિદ્યાર્થીઓ ટ્રાફિક પર વિશેષ સર્વે કરીને ગુગલ પર જે રીતનુ ટ્રાફિક જામ અને ટ્રાફિક બતાવે છે. તેવી જ રીતે શહેરીજનોને અલગ અલગ સોશિયલ મિડીયા માધ્યમથી ટ્રાફિક ભારે મધ્યમ બતાવશે, તે માટે બે આઈટી એનજીયરો સામે આવ્યા છે. આ સાથે સાથે રાજ્યમાં પ્રથમ વખત પીકઆવરસમાં ટ્રાફિક સમસ્યા માટે ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રોનની મદદ લઈને ટ્રાફિક હળવુ કરવાનું કામ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક બે દિવસમાં શરૂ કરવામાં આવી રહ્યું છે. જેને લઈને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત ટ્રાફિક અધિકારી સાથે તેની ટ્રાયલ પોતે જાતે સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવશે અને તે માટે ગણા ઉત્સાહી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. પોલીસ કમિશનર શહેરી જનો માટે કઈ નવુ કરતા હોય છે….. પોતાના પોલીસ દ્વારા કરેલા ભગીરથ કાર્યોને આજે શહેરીજનોને તેનો લાભ મળી રહ્યો છે. સુરત શહેરજનો માટે પોલીસ કમિશનર દ્વારા ઉત્તારણય તહેવાર બાબતે અગલ અલગ જાહેરનામા બહાર પાડવમાં આવ્યા છે. જેથી કરીને પતંગના દોરા ધાતક પુરવાર થયા હોય છે. તે અટકવામાં માટે સ્થાનિક પોલીસને સ્પેશિયલ ચેકીંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો તેની સાથે ચાઈનીસ દોરા અને તુક્કલ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાનું નાયબ પોલીસ કમિશનર હેતલબેન પટેલે જણઆવ્યું હતું.
